ઘણા સમયથી આ લેખ લખવાનો વિચાર હતો પણ સમય અને આળસના અભાવે રહી જતો હતો.... હવે નવા વર્ષના સંકલ્પને લીધે આળસ ખંખેરીને આ લેખ લખ્યો છે.........
કહે છે ને કે કોઈક વસ્તુને દિલથી ચાહો તો આખી દુનિયા તમને એ વસ્તુ આપવા માટે મહેનત કરવામા લાગી જતી હોય છે... આવું જ કૈક થયું હમણાં અમારા ઘરમા.... મારી મમ્મીની વર્ષોની અને મારી પાછલા થોડા વર્ષોની ઈચ્છા હતી કે ઘેર ગાડી.. કાર હોય એમ... પણ અમારા પપ્પા ને ખબર નહિ શું એલર્જી હતી કારની કે સગવડ હોવા છતાં લેતા નહોતા... અમારા સહીત અમારા ઘણા સગા-વહાલાને આ વાતનું અચરજ હજી પણ છે કે કેમ પપ્પા એ આટલા વર્ષોથી કેમ કાર લીધી નથી........ બાકી પપ્પા એમ શોખીન છે... પણ હમણાં મને એ વાત સમજાણી છે કે પપ્પા કાર કેમ નહોતા લેતા... એ એમનું કાર લેવાનું માની ગયા પછી મારી સમજણમાં આવ્યું છે... પપ્પા મારી મુંબઈમાં નોકરી લાગ્યા પછી જ કાર લેવા માટે રાજી થયા.... એમને મારા પર ક્યારેય ભરોસો નહોતો કે આ છોકરો જિંદગીમાં ક્યાંક કશુક ઉકાળશે... જો કે એમ તો હું કોલેજમાં હતો ત્યારે મને પણ થતું હતું કે મારું શું થશે.. આટલી લાંબી જિંદગી કેમની જશે.... પણ હશે... રામ રાખે ને કોણ મારે.... એટલે પપ્પાને મારી મુંબઈની નોકરી પછી ભરોસો બેઠો કે હવે આની ચિંતા કરવા જેવી નથી... તો એને માટે જે રૂપિયા બચાવ્યા છે એનાથી કાર લઇ શકાય.. અને એટલે જ એ તૈયાર થયા..... મારા આગ્રહ નું કારણ મારો અંગત લાભ પણ ખરો... હવે હું દર શનિ-રવિ સુરત જાવ છુ તો કાર માં ફરી શકાય એમ... ....હવે કાર લેવા નું નક્કી તો થયું... પણ કઈ લેવી... આજ કાલ પસંદગી માટે ઘણી બધી કાર બજારમાં ઉપલબ્ધ છે.... અને લોકો તો હોય જ છે સલાહો આપવા માટે.... મફતની.. વણમાગી.. જાત જાતની સલાહો.... મારો વિચાર તો નવી લેવાનો જ હતો... પણ અમારા હિતેછુંઓ કીધું કે પેહલા જૂની લો.... કારણ મારે અને પપ્પાને બેય ને કાર શીખવા ની હતી... આવડતી નહોતી... કહે કે ૬ મહિના તો થાય જ પૂરી શીખીને કંટ્રોલ આવતા... એટલે અમે લોકો જૂની કાર જોવાનું શરુ કર્યું... એમાં અમારા સાળા સાહેબ હેરાન થઇ ગયા.... સાળા સાહેબ કારનું જ ગેરેજ ચલાવે છે... એટલે હવે જૂની કાર લેવી હોય તો તપાસ તો કરાવી,કરવી પડે ને કોઈ મીકેનીક પાસે.. હવે ઘરના જ મિકેનિક હોય એટલે પછી બહાર કોને કેહવું.. એટલે અમારા પિતાશ્રીને કોઈ ગાડી બતાવે એટલે એ તરત જ મોબાઈલ કરે મારા સાળા ને કે આવી જાવ... ત્યારે મારા સાળાને થયું હશે કે આ મોબાઈલ બેકાર વસ્તુ છે... કેમ-કે પાપા એ એને ૨૦-૨૫ વાર ધક્કા ખવડાવ્યા હશે... અને પાછુ પાપાને જેવી તેવી તો કોઈ વસ્તુ ગમે નહિ.... એટલે કોઈ ગાડી પસંદ જ ના આવે... પછી મેં લાગ જોઈને કીધું કે પપ્પા .... નવી જ લઇ લો ને..... અને અને અને... એ માની પણ ગયા..
હવે મજા આવી.... હવે અમે જઈએ બધી ગાડીની દુકાનો માં..... સેલ્સમેન ગાડી બતાવે ને પછી કહે કે ટેસ્ટ ડ્રાઈવ લઇ લો .... બધા લેતા જ હોય છે... હવે ત્યારે હું અને પાપા એક-બીજાની સામે જોઈએ... પછી હું થોડો પ્રમાણિક ખરો એટલે તરત કહી દવ કે ભાઈ ગાડીતો અમને બેમાં થી કોઈને નથી આવડતી... એટલે પેલાનું મોંઢું જોવા જેવું હોય.... મનમાં તો કહેતો હશે કે તો શું જખ મારવા આવ્યા છો... કે પછી ખાલી અમારો સમય પસાર કરવા આવ્યા છો... મને એમ કે આવું સાંભળ્યા પછી એનો રસ જ ઉડી જશે ગાડી બતાવાનો... પણ સેલ્સમેન લોકોનું કેહવું પડે... થોડી સેકન્ડો ના આઘાત પછી એ તરત જ સવ્સથતા ધારણ કરી લે... ને પછી ગાડી ત્યાં ઉભા ઉભા જ બતાવે... આ જોયા પછી તો પપ્પા પણ કહી દેવા લાગ્યા કે ભાઈ ગાડી તો અમે લોકો શીખી રહ્યા છે.. હજી આવડતી નથી....
પણ અમારા.. ખાસ કરી ને મારા.... નસીબ ખરાબ કે એક સગા એ કોઈક જૂની ગાડી બતાવી પપ્પાને.. અને પપ્પાના નસીબ જોગે અને મારા બદનસીબે અમારા સાળા સાહેબ એ ગાડીને પાસ પણ કરી દીધી... કદાચ એ પણ કંટાળ્યો હશે કે હવે કેટલી નાપાસ કરવી... નાપાસ કરવામાં એને જ ધક્કા ખાવા પડે છે.. (જોકે આ તો હું એમ જ મજાક માં કહું છુ... બાકી એની નિયત પર શક કરવા જેવું છે નહિ..) અને આ રીતે ઘણા વર્ષે અમારા ઘર આંગણે ગાડી નું પારણું થયું.. પણ ગાડી લેવા જવાની હતી ત્યારે અમારા ફોઈ ના છોકરા ને બોલાવો પડ્યો... અમને તો ગાડી આવડતી નહોતી... મમ્મી કહે મહુરત જોઈને લાવ જે.. મેં કીધું ભાઈ પપ્પાએ જે ક્ષણે ગાડી લેવા નું નક્કી કર્યું એ ક્ષણ જ મારા માટે તો સારા મહુરત ની હતી... હવે બધું સારું જ છે.....
જો કે હવે તો હું ગાડી શીખી ગયો છુ... એવું મને લાગે છે.. પણ હજી મારા એકાદ-બે મિત્રો અને પિતરાઈ ભાઈ શંકા કરે છે... અને એમાં જ મારો દિવાળી વેકેશનમાં પાવાગઢ જવાનો પ્લાન રદ થયો.... જોઈએ હવે... લોકોને ક્યારે ભરોસો આવે છે.....
પણ એક વાત છે હો કે.. ગાડી ચલાવાની મજા બહુ આવે હો કે... તમારી પાસે જો સગવડ હોય તો અમારી જેમ... નહિ નહિ.... પપ્પાની જેમ વર્ષો સુધી રાહ ના જોતા લઇ જ લેશો... પછી કોને ખબર તબિયતને લીધે ગાડી ચલાવી ના શકો.. પપ્પા ની જેમ જ સ્તો....