Labels

Friday, February 19, 2010

આળસ... પરમ મિત્ર...

આળસ, વર્ષો નો મારો પ્રિય સાથી, જીગરજાન મિત્ર. અરે લંગોટીયો દોસ્ત કહું તો પણ ખોટું નથી. આજે જે હું છું, એ આ આળસને લીધે જ છું પણ લોકો સમજતા નથી. લોકો કહે છે કે જે હું નથી તે આ આળસને લીધે છે. 
આળસે મને કેટ-કેટલી જગ્યા એ સાથ દીધો છે. થોડાક ઉદાહરણો, 
હું આજ કાલ બહુ જાડિયો થઇ ગયો છું (જો કે પણ આ પરમ મિત્ર આળસની દેણ છે) એટલે મારા રૂમમેટ લોકો સવારમાં પરાણે જગાડે છે ચાલવા-દોડવા જવા માટે ત્યારે આ આળસ જ મને સહારો આપે છે, રૂમમેટ તો જતા રહે છે દોડવા માટે. પછી પલંગમાં આળસ જ હોય છે મારી સાથે. જે મને સવારની મીઠી નીંદર માણવા દે છે. 
બપોરે ઓફિસમાં પણ સાથીઓ જમ્યા પછી નીચે આંટો મારવાની જીદ પકડે છે ત્યારે આળસ જ મારો 
સાથ દે છે, ખુરશીમાં આરામથી બેસીને વામકુક્ષીનો મજા લેવામાં.
કોલેજમાં જયારે પરીક્ષાનું ટેન્શન હોય અને ઊંઘ ના આવતી હોય ત્યારે એ આળસ જ મદદ કરતી ઊંઘને બોલાવી લેવા માટે.
સગાં-વ્હાલાને મળવા જવાનું હોય, ખાસ કરીને પત્નીના સગાંને ત્યાં, ત્યારે, આળસને આગળ ધરીને હું ઘણી વાર કંટાળાજનક વાતાવરણમાં જતા બચ્યો છું. અને સગાં-વ્હાલાને ત્યાં જવાની આળસને લીધે પેટ્રોલની પણ ઘણી બચત થાય છે જે દેશના પણ ફાયદામાં છે.
રોજના ઘણા કામો એકદમ ચોક્કસ સમય પર થતા હોય છે એનું કારણ પણ આળસ છે કેમકે સમય કરતા પહેલા બધું નકામું છે એ નિયમમાં આળસ માને છે. જેમકે વીજળીનું બીલ એની છેલ્લી તારીખ પહેલા ભરવા જતા આપણને કોઈ ફાયદો થતો નથી અને આળસને લીધે આપણે એ છેલ્લી તારીખે જ ભરીયે છે.
રોજ મોજા અને રૂમાલ અને બીજા કપડા ધોવાની આળસને લીધે સાબુ અને સમયની ઘણી બચત થાય છે.
આળસ ઘણા ગુજરાતી પુરુષોનો પરમ મિત્ર હોય છે અને એમાં ફાળો હોય છે ગુજરાતની ગૃહિણીઓનો. એમ જ આળસને મારો પરમ મિત્ર બનાવામાં મારી પત્નીનો પણ ઘણો ફાળો છે. સવારમાં ઉઠતો ત્યાં જ પથારીમાં ગરમા-ગરમ ચા આપી દેતી, જમવામાં પણ પાણીનો ગ્લાસ પણ ના લેવો પડે, બધું જ તૈયાર ભાણે. ઓફિસે જવાનું હોય ત્યારે પાકીટ, બેગથી લઇને મોજા, બુટ બધું જ તૈયાર હોય. 
હવે જયારે એ સુરતમાં છે અને હું મુંબઈમાં, ત્યારે આળસ જ સાથ આપી રહ્યું છે, જો કે તકલીફ પણ થોડી આપે છે સાથે સાથે. પણ તકલીફ પણ મિત્રો જ આપે ને. આ તો શું હવે સવારે જાતે ચા બનાવી પડે ને એટલે. ત્યારે આળસને થોડી ગાળો દેવી પડે, પણ પછી ગાળો પણ તો આપડે દોસ્ત લોકોને જ આપીએ ને. આમ પણ બીજા લોકોને ગાળ દેવાની હિંમત નથી મારી, મને જ ભારે પડે એ તો. 
પણ આળસ ખાસ ચીપકું મિત્રની જેમ પીછો નથી છોડતું મારો જેમ પરમ મિત્ર આપણો મુશ્કેલીમાં સાથ ના છોડે એમ.નોકરીઓ બદલી, શહેરો બદલ્યા,ઘણા મિત્રો છૂટી ગયા, ઘણા હજી ફોનેથી સપંર્કમાં છે પણ એક આળસ જ છે જે દરેક જગ્યાએ, દરેક શહેરમાં મારી સાથી રહી છે.
ચાલો હવે, આળસ આવી રહી છે વધારે લખવાની.... :) ...

5 comments:

Rajni Agravat said...

હા, ગુજરાતીમાં પુરૂષોને આળસ ચડાવવાનું આડ તો ગૃહીણીઓ પર જ થોપવું જોઇએ.. મને પણ સવારે વહેલા ન ઉઠાડવા અને બપોરે પરાણે વામકુક્ષી માટે દુરાગ્રહ માટે મારી શ્રીમતીનો સ્નેહ (બે)જવાબદાર છે.
.. વધારે લખવું નથી મહિલા મોરચો વાળાઓ આપણને ઢીબી નાંખવામાં બિલ્કુલ આળસ નહી દાખવે

Mehul Shah said...

I really agree with wat you has written.... and the fact of wife theory is really true.... that's why i strictly told to Yashvi ( My wife) not to help much in routine work..... otherwise it will be bad habit....
and as far as i know you, you became more lazy after coming to pune.... rgt? otherwise you are not that much lazy man..... Nice Blog

Unknown said...

Very well written... Better than many of the newspaper columns! Keep it up!

Anish Patel said...

Thanks Rajnibhai, Mehul and Alpesh Sir...

યશવંત ઠક્કર said...

તમને મળ્યો છે એવો મિત્ર તો અમનેય
મળ્યો છે પણ કાયાની બાબતમાં તમારા નસીબ ક્યાં અને અમારા નસીબ ક્યાં? બધી લેણાદેવીની વાતો છે!!!