જિંદગી શું છે? ના ના, જિંદગીનો મતલબ શું છે? ના, આપણે અહી ચિંતનની વાતો કરી રહ્યા છે. મતલબ નહિ, અર્થ, જિંદગીનો અર્થ શું છે? ઘણા લોકો જિંદગીનો જીવનનો અર્થ શોધવામાં જ આખી જિંદગી કાઢી નાખે છે અને કંઈ જ અર્થસભર મળતું નથી.અને ઘણા લોકો અર્થની પળોજણમાં પડ્યા વગર જે જિંદગી મળી છે એ સ્વીકારીને એમાંથી આનંદ લઇ લે છે. તો જિંદગીનું સત્ય શું છે? જે મળ્યું છે એ સ્વીકારીને એનો આનંદ લેવો કે જે નથી મળ્યું એની પાછળ દોડ્યા કરવું અને દુઃખી થવું? અને જે મળ્યું છે એ સ્વીકારવું એટલું સહેલું છે? મને નથી લાગતું એ જેટલું કેહવું સહેલું છે એટલું જ કરવું અઘરું છે. બાકી તો લોકો આટલા દુઃખી થોડા હોત!!!
મને જ જુવોને... સુરતમાં પપ્પાની ઓફીસમાં જોડાઈ ગયો હોત તો આરામથી સુરતમાં જિંદગી નીકળી જાત. ક્યાય શહેરો બદલવા ના નહિ, દર અઠવાડિયે સુરત-મુંબઈના ધક્કા નહિ, અહી લોકલ ટ્રેઈન અને બસના ધક્કા ના ખાવા પડત અને સુરતમાં મસ્ત બાઈક-કારમાં ફરતા હોત અને અત્યારે મુંબઈમાં આ રીક્ષામાં ટ્રાફિકમાં ફસાયો છું. અને આવા બધા જિંદગીનાં નકામાં વિચારો આવી જાય છે.
ટૂંકમાં, મુંબઈનો ટ્રાફિક હતાશ કરી મૂકી એવો છે અને અત્યારે હું એમાં ફસાયો છું. સારું છે ટ્રાફિકમાં અટકી જાવ છું ત્યારે મારે પાસે લેપટોપ નથી હોતું નહિ તો આ બ્લોગ આવા હતાશાજનક લેખોથી ઉભરાઈ જાત...
સારું, ચાલો ટ્રાફિક હળવો થઇ ગયો છે અને જિંદગીમાં પાછુ સુખ આવી ગયું છે.. ના ના.. હતાશા જતી રહી છે....
5 comments:
હતાશા ભર્યા લેખોથી બ્લોગ ઉભરાત કે નહી એ નથી ખબર પણ હા ટ્રાફિક જામ તો જરૂર થઈ જ જાત... હા હા હા
સરસ બ્લોગ છે. એક વાત સરસ કહી છે. "જે મળ્યું છે એ સ્વીકારીને એનો આનંદ લેવો કે જે નથી મળ્યું એની પાછળ દોડ્યા કરવું અને દુઃખી થવું?". આ વસ્તુ ખરે ખર બહુ સાચી છે. દાખલા તરીકે માનસ પાસે જ્ય્ન્યા સુધી ગાડી ના હોઈ ત્યાં સુધી હમેસા એના માટે વિચાર્યા કરે , પણ જયારે ગાડી આવી જાય ત્યાર પછી એને એટલો મોહ નથી રહેતો. અને એ ભૂલી જાય છે કે મેં આ વસ્તુ માટે કેટલી ય મહેનત કરી હશે.
આ ટ્રાફિક થી બચવા પુના આવી જા....... :) તો થોડી ઘણી હતાશા દુર થશે... ;-)
અરે રજનીભાઈ, એવું ના થાત. મેં ટ્રાફિકમાં સમય પસાર કરવાનો ઉપાય શોધી લીધો છે અને મારો શોખ પણ પૂરો થઇ રહ્યો છે, એ છે વાંચનનો. આ તો કાલે પુસ્તક પૂરું થઇ ચુક્યું હતું એટલે આવા વિચારો સિવાય બીજો કોઈ ઉપાય નહોતો....
આભાર મેહુલ. અને જે મળ્યું એ સ્વીકારવામાં આનંદ પણ આવે, સમાધાન પણ આવે અને મન સમાધાન ના કરે તો?
પુના આવવાનું જ છે પણ હમણાં નહિ, થોડો સમય પછી જોઈશું... :) ... હજી એટલો બધો હતાશ નથી થયો.
Post a Comment