Labels

Sunday, April 18, 2010

મારી નજરે: અલગારી રખડપટ્ટી - રસિક ઝવેરી

આમ તો આ પુસ્તક ૧ અડવાડીયા પેહલા પૂરું કરી દીધું છે પણ વ્યસ્ત દિવસોને લીધે આ બ્લોગ અધુરો હતો. 
આ પુસ્તક મારા wish-listમાં નહોતું પણ પુસ્તકનું નામ વાંચીને જ આકર્ષણ થયું કેમ-કે મને પણ આ રીતે રખડપટ્ટી કરવાનો શોખ છે.... અલગારી.... જો કે હવે ભાગ્યે જ આવો સમય મળે છે પણ કોલેજના દિવસોમાં અમે પણ સારી એવું આવી અલગારી રખડપટ્ટી કરી છે. ફરક એટલો જ કે અમે સુરત-અમદાવાદ-બેંગ્લોર-મુંબઈમાં કરી છે અને રસિક ભાઈએ લંડનમાં. 
આમ તો આ પુસ્તક ૩૦ કરતાં વધારે વર્ષ જુનું છે પણ એમના અનુભવો અને ભારત-લંડન વચ્ચેના સંસ્કૃતિ, સામાજિક વ્યવહારો તફાવતો આજે પણ લાગુ પડે એવા જ છે. 
જેને કારણ વગરની રખડપટ્ટીનો શોખ હોય, અને વ્યવસાય સિવાય બીજા દેશોની સંસ્કૃતિ વિષે જાણવાની ઈચ્છા હોય તેમને મજા આવે એવું પુસ્તક છે.
કાશ, હું ક્યારે આવી રખડપટ્ટી કરી શકીશ!!!!!

2 comments:

Rajni Agravat said...

હા યાર.. આપણે ફરવામાંથી ઊંચા નથી આવતા એટલે રખડપટ્ટીના નિજાનંદમાંથી બાકાત રહી જઈએ છીએ.. એટલે જ કદાચ મેં પિકનીક .. પ્રવાસ વગેરેની પોસ્ટસને "રખડપટ્ટી" નું નામ આપી દીધુ હશે એમ અત્યારે લાગી રહ્યું છે.

Anish Patel said...

સાચી વાત છે રજનીભાઈ... પીકનીક, પ્રવાસ માં એક ઉદ્દેશ હોય છે.. જયારે વગર ઉદ્દેશ... વગર કારણ... ફક્ત સમય પસાર કરવા આંટા મારવા એને જ રખડપટ્ટી કહેવાય પણ આજની વ્યસ્ત જીવનશૈલીમાં અઘરું છે રખડપટ્ટી કરવું...