Labels

Sunday, July 18, 2010

વરસાદ...

જયારે પણ તમે વરસાદ વિષે વાંચ્યું, સાંભળ્યું હશે ત્યારે વરસાદ સાથે સરસ, રોમાંચ, પ્રેમ, બાળપણ વગેરેની ભેળસેળ સાથેનું જ વાંચ્યું, સાંભળ્યું હશે.... પણ હકીકતમાં, તમે આ કેટલી વાર માણ્યું? કોલેજમાં હશો અથવા ગૃહિણી હશો તો થોડી વાર વધારે બાકી નોકરી/ધંધો કરતા હશો ત્યારે કેટલી વાર?
આ કૈક એવું છે કે લેખક/કવિ તમે રહેતા હો એ જગ્યાનું એવું સરસ વર્ણન કરે કે જેણે એ જગ્યા જોઈ ના હોય એને ત્યાં રેહવાનું મન થઇ જાય પણ તમે વરસોથી એ જ જગ્યાએ રહીને એવો કોઈ અનુભવ કર્યો ના હોય.... 
મોટેભાગે તો નોકરી/ધંધાવાળા માટે વરસાદ મુસીબતોનો પહાડ લઇને જ આવે છે, ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં.
પહેલાં તો તમે પગપાળા જતા હોવ તો રસ્તાની એકદમ ખૂણામાં ચાલવું પડે. રસ્તા પર પાણી ભરાયેલા હોય અને કાર-બાઈકવાળા એમની ઝડપે જતા હોય ત્યારે પાણી તમારા કપડાં સહીત ચહેરાને પણ સ્પર્શ કરી શકે છે. ખાસ કરીને તમે જે દિવસે સફેદ કપડા પહેર્યા હશે એ જ વખતે આવું થવાની શક્યતા વધારે છે. જો તમે એટલા નસીબવાળા હોવ કે એવું ના થાય તો પણ પાણી ભરાયેલું હોય અને તમે બુટ-મોંજાં પહેર્યા હોય અને પછી બુટ ભીનાં થાય એટલે મોજાં પણ ભીનાં થાય અને પછી જો જે મજા પડે ઓફીસમાં... ચપક ચપક...
રસ્તા પણ પાણી ભરાવાને લીધે પહેલેથી સાંકડા રસ્તાઓ વધારે સાંકડા થઇ જાય અને પછી જુવો ટ્રાફિકની મજા!!! જ્યાં રોજ મારે ૩૦ મિનીટ થતી હતી ઓફીસ જતાં એ જ હવે ૪૫-૫૦-૬૦ મિનીટ થઇ જાય છે, વરસાદની જ મહેરબાની તો વળી... ફાયદો એટલો કે પહેલાં હું બસમાં બૂકના ૨૦-૩૦ પાનાં વાંચતો હતો, હવે એ પણ ૪૫-૫૦-૬૦ થઇ જાય છે. ...  :) ....
આટલું થયા પછી ભીનાં કપડે ઓફીસ પહોંચો એટલે પછી ઓફીસમાં એસીમાં એન્ટાર્કટીકામાં બેઠા હો એવું લાગે.
ગૃહિણીઓને પણ પૂછો કે કપડાં સુકાવાની કેટલી માથાકૂટ થાય છે, ક્યારેક વરસાદમાં મુંબઈમાં કોઈના મહેમાન થશો ત્યારે તેમનાં ડ્રોઈંગરૂમમાં જ તમને ગંજી-જાંગીયા લટકતાં દેખાશે.
મોટેભાગે વરસાદ આખો દિવસ નહિ આવે પણ જયારે તમારે અગત્યના કામ માટે બહાર જવું હશે ત્યારે જ તમને ભીનો કરવા માટે આવશે, આવો તો મારો નહિ પણ ઘણાનો અનુભવ હશે...
તો ભાઈઓ કેહવાનો મતલબ એટલો જ કે આજની ભાગદોડભરી જિંદગીમાં વરસાદ માણવાનો અનુભવ દરેકનાં નસીબમાં નથી હોતો. કવિઓ-લખકોને તો ઠીક છે, ઓફીસ હોય નહિ અને ઘેર બેઠા કવિતા-લેખો લખવાનાં હોય એટલે એમને તો મજા જ પડેને વરસાદની.
બાકી મને કોઈ દુશ્મની નથી વરસાદ જોડે, મને પણ જયારે રવિવારની નવરાશ હોય અને ક્યાંય બહાર જવાનું ના હોય અને ઘરે હીંચકા પર બેઠા બેઠા ચા પીવા મળવાની હોય ત્યારે હું પણ ઈચ્છું કે વરસાદ આખો દિવસ આવે અને એની થોડી થોડી વાછંટ મને હીંચકા પર પલાળ્યા કરે... આ લેખ પણ વરસાદની મજા માણતાં માણતાં જ લખ્યો છે...અને અગાસીમાં વરસાદમાં નહાવાની મજા તો કૈક ઓર જ છે...

5 comments:

Urvashi said...

Su vaat che Mr. Anish... bau j saras ane 100 % saachu lekh hatu..!! :) mara pan varsad ma same anubhavo rahya che.. The day I wear white thinking "its quite sunny..aaje to varsaad nahi j pade...", it starts raining the moment I step out nad by the time I reach office..my dress is no longer white... :P

Really difficult to walk in such weather especially if u r carrying umbrella...all clashing n getting wet...huh... :(

N once I reach my work place I dont get a glimpse of whats going on beyond my AC office... raining..?? or bright or whatever...!! so practically, no time to enjoy this beautiful weather unless am at home..!!

I just wrote something like this long time back..
http://urner.blogspot.com/2009/07/monsoons.html

Ur article reminded me of my post... Have a "Happy Monsoon..!!" :) :)

Unknown said...

સહી બાત હૈ ! છતાં વરસાદ માનવાનો અધિકાર બધાને છે એ કઈ કવિ-લેખકોની જ મોસમ નથી. જે વસ્તુ આનંદ આપે એ જ દુખી કરી શકે!

R. Ramesh said...

maja ma che:)

Rajni Agravat said...

વાહ! તમે તો યાર પાણીથી આગ લગાડી દીધી! આઈ મીન મેં થોડા દિવસો પહેલા ઓરકુટની "ગુજરાતી=મેગેઝિન,છાપા અને કૉલમ" કોમ્યુમાં "મોન્સુન મેમરીઝ " માં પોસ્ટ લખી હતી એ મારા બ્લોગ પર કૉપિ-પેસ્ટ કરવી છે એ (માત્ર)બેદરકારી ના લીધે નથી થઈ શકતું અને તમે આમ પોસ્ટ ઠપકારી દો તો જલન થવી તોસ્વાભાવિક છે ને?

Anish Patel said...

Urvashi: surprised by your comment. I don't know that you can read Gujarati. n I read your post, it's better than mine.
Alpesh Sir: You are Right, Everybody has right to enjoy the monsoon. Even I wrote this post while enjoying rain.
Ramesh: Maja ma chu. tame maja ma cho? :) ..
Meera: I will try, definitely.
Rajnibhai: well, why jealousy!!! next time do it fast... :) ...