Labels

Saturday, November 6, 2010

નુતન વર્ષાભિનંદન....

સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ અને નવા વર્ષના સાલ મુબારક....
અમારા માટે તો જો કે દિવાળી દિવાળી રહી નથી, અરે ના ના... મેં કોઈ દેવાળું નથી ફૂંક્યું. હજી મારી નોકરી સલામત છે અને એ સલામત રહે માટે રોજ ૧૨-૧૪ કલાક કામ કરું છું, શનિ-રવિનાં  પણ... હમણાં હમણાં મેં મારા પરમ મિત્ર આળસ જોડે દુશ્મની કરીને પરમ દુશ્મન મહેનત જોડે દોસ્તી કરવાની કોશીશ કરી છે અને કહેવું પડશે કે દિવસો  સારા નથી જઈ રહ્યા, એટલે જ કહે છે કે, જે તમારા સ્વભાવમાં ના હોય એ કામ ના કરવા જોઈએ.
મેં મલ્ટી-ટાસ્કીંગ એટલે કે એક સાથે ઘણા બધા કામ કરવાની કોશિશ કરું છું, ઓફીસના કામ સિવાય રોજના કામ-કાજ પણ. કહેવું પડશે કે ભૂલો વધારે થઇ રહી છે એમાં, મહેનત કોઈ મદદ કરતું નથી મને. સોમવારે ચાનાં વાસણ ધોવાના રહી ગયા, મંગળવારે ઓફિસનું કાર્ડ ભૂલી ગયો (પહેલી વાર ૫ વર્ષમાં, લોકો છાશવારે ભૂલતા હોય છે પણ.....), બુધવારે સેલફોન ભૂલી ગયો, ગુરુવારે ઈસ્ત્રી કરતા કરતા ચા બનાવતો હતો અને ચા ઊભરાઈને બહાર આવી ગયી. શુક્રવારે થોડી મદદ આળસની લીધી અને કંઈ ના ભૂલ્યો, જુના દોસ્તો એ જુના દોસ્તો. જો કે ઓફીસમાં મહેનતની દોસ્તી થોડી કામ આવી રહી છે.
અને આમ પણ નવું વર્ષ આવે છે કાલે કંઈક તો સંકલ્પ તો લેવો પડશે ને, અહી અમેરિકામાં નવા વર્ષ જેવું કંઈક લાગે. થોડાક રિતી-રીવાજો તો પાળવા પડે ને!!! એટલે અમે મહેનત જોડે દોસ્તી કરવાનો સંકલ્પ લેવાનું નક્કી કર્યું છે અને તૈયારી આ અઠવાડિયાથી કરી હતી, આળસ થોડો નારાજ થઇ ગયો છે પણ એને મનાવતાં વાર નહિ લાગે, એ તો અમારી નસ-નસમાં દોડે છે.
ચાલો ત્યારે, ચા પછી ઉભરાવાની તૈયારીમાં છે....
સૌને સાલ મુબારક.....

5 comments:

S.A.L. said...

Is that Hindi? Diwali post? Happy Diwali! :D

Urvashi said...

U really write fab in Gujarati & I envy u for that. .:P

Just kidding...Happy New year to u too..!! :) :)

Rajni Agravat said...

વ્હાલથી સાલ મુબારક ...

સાથે સાથે શાલ મુબારક, ધાબળા મુબારક ગોદડા મુબારક અને તમારે તો ઠંડી હશે જ એટલે ચાદર મુબારક નથી કહેતો!

Anish Patel said...

@Shomoita: It is Gujarati. and Thanks for the wishes....

@Urvashi: Happy New Year... and I envy for your posts.... :) ... contents r far better than me...

@RajniBhai: આપને પણ સાલ મુબારક... હા, ઠંડી તો છે એટલે બીજા બધા મુબારક માટે આભાર... :) ...

R. Ramesh said...

thanks buddy:)