Labels

Sunday, May 16, 2010

૫૦ વર્ષના નોકરિયાત ની આત્મકથા...

થોડા વર્ષો પહેલા, બહુ બધી ગંભીર, હટ કે કહેવાય એવી ઓફ-બીટ ફિલ્મો જોઈને હું માનવા લાગ્યો હતો કે, હું બહુ સમજદાર છું અને મને સમજવાવાળું કોઈ નથી અને સમજવા માટે કોઈની પાસે સમય પણ નથી પણ ઘણા બધા લોકો સાથે છેતરાયા પછી, આ ઓફીસની કાપા-કૂપીવાળી જિંદગી પછી સમજણ આવી ગઈ છે કે આપણે સમજીએ છે એની કરતાં લોકો વધારે સમજતા હોય છે આપણને અને સમજીને પછી એનો ઉપયોગ પણ આપણાં કરતા વધારે એ લોકો કરતા હોય છે.... હશે.. ભગવાન મને સદ-બુદ્ધિ આપે....
કોલેજમાં હતો ત્યારે એમ વિચારતો હતો કે જો મને દેશનો વડો બનાવામાં આવે તો હું આ દેશની તસ્વીર બદલી નાખું. અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે તેમનાં કરતા હું વધારે કાર્યક્ષમ છું. પછી જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ એમ દેશને બદલે, રાજ્ય પર આવી ગયો, પછી રાજ્યથી શહેર પછી કંપની પછી સોસાયટી અને પછી તો છેલ્લે છેલ્લે તો ઘર પર આવી ગયો છું અને ઘરનો વડો બન્યા પછી હજી ઘરની તસ્વીર, એટલે કે દીવાલ જ સમજો ને, એને બદલવામાં પણ સાલો ૧૦ વાર વિચાર કરવો પડે તો દેશ તો હું ક્યારે બદલી શકત......
હું યુવાન હતો ત્યારે માનતો હતો કે હું ખુબ જ ઇચ્છાશક્તિવાળો અને કાબેલ છું અને ઈચ્છું એ, ધારું એ કાર્ય પર પાડી શકું એમ છે. બસ હું ધારતો નથી એટલું જ. પણ વર્ષો પછી ખબર પડી ગઈ કે પેલી કહેવત સાચી છે, આરંભે શુરા અને અંતે બુરા.... કેટલીક ઇચ્છાઓ પર તો હું કલાકમાં જ નબળો પડી ગયો હતો!!!!! હું જો ખુબ જ ઇચ્છાશક્તિવાળો અને કાબેલ છું તો મારા જેવા ઘણાં છે.....
તમને ખબર છે, આટલા વર્ષોમાં હું ગણી શકાય એટલી વાર મારી પત્નીને મોંઘી હોટલમાં જમવા લઇ ગયો છું. અમે હંમેશા પૈસા બચાવાની જ કોશિશો કરતા રહ્યા. હંમેશા વિચારતા હતા કે આ વર્ષે પગાર વધી જશે અને આપણે જલસાથી જીવીશું, પણ એ વર્ષ ક્યારેય આવ્યું જ નહિ. મોંઘવારી પણ પગાર વધારાની સાથે જ આવતી અને અણધાર્યા ખર્ચાઓ તો આવતા જ હોય ને... બસ આટલા વર્ષે થોડી પૈસાની સુરક્ષા છે પણ એ આટલા બધા વર્ષો, જરૂર પૂરતા પૈસા વાપરીને, મોજ-શોખ, ઈચ્છાઓ પર કાબુ કરીને, ડરી ડરીને જીવ્યા ત્યારે!!!!! એટલે આજે જયારે તમને યુવાન લોકોને પૈસા ઉડાડતા જોવ છું ત્યારે મને જલન થાય છે... તમે લોકો ખરેખર બહુ ભાગ્યશાળી છો....
-----------------------------------------------------------------------------------
સુરતથી મુંબઈ આવતા બાજુની સીટ પર બેઠેલા એક ભાઈ સાથે થયેલી વાતચીતના અનુસંધાનમાં... આશા રાખું કે મારે મારી પોતાની આત્મકથા આવી લખવાનો વારો ના આવે.... 

3 comments:

Kavan said...

Superb Anish,

Really good one.Have tu amara karata to ghano samajdar thai gayo chhu....

Mehul Shah said...

e kevi rite kavan?

Anish Patel said...

Thanks Kavan.
I didn't get you exactly that U r really appreciating or just taunting.... :) ... Whatever It is, I am taking as a appreciation... :0 ...