Labels

Saturday, May 29, 2010

થોડી વધારે દુષ્ટતા.....

ફરી એક વાર મારે ટ્રેનમાં દુષ્ટતા કરવી પડી છે. શું કરીએ!!!! એમ તો અમે માણસ સારા જ છે પણ દુનિયા જ અમને બગાડવા પાછળ પડી છે.... :) .... હશે જ્યાં સુધી આપણે ભારતીયો સામાજિક આચારસંહિતા નહિ શીખે ત્યાં સુધી આવી દુષ્ટતાઓ કરતા રહેવી પડશે... 
હા તો મૂળ વાત એ છે કે,  હું અંધેરીથી ૧૦ વાગ્યાની ટ્રેનમાં ચડ્યો અને સુવાની તૈયારીમાં જ હતો, ત્યાં ૧૦:૧૫ એ બોરીવલીથી ૨ યુવતીઓ આવી અને સામેની સીટ પર બેઠી અને સરસ વાતો કરવા લાગી, કપડાની, ઘરેણાની, ટીવીની સીરીયલોની... ખબર નહિ પણ જયારે પણ છોકરીઓ એક-બીજાને મળે ત્યારે એટલી લાગણીથી, એટલી બધી ઉષ્માથી મળે કે જાણે આપણને લાગે કે આ લોકો વર્ષો પછી મળી રહ્યા છે... પણ પછી ખબર પડે હજી કાલે જ આ લોકો ભેગા જમ્યા હતા!!!!
હા તો હવે, ૧૦:૩૦ ના ૧૧:૩૦ થયા અને હજી આ યુવતીઓ સુવાની નામ લેતી ન હતી અને એમની વાતોને લીધે મને ઊંઘ આવતી નહોતી... હવે શું કરવું??/
મારા શેતાન દિમાગમાં એક ઉપાય સુજ્યો... હું એમની તરફ ચહેરો કરીને જાણે એમની વાતો રસથી સાંભળતો હોવ એવો દેખાવ કરવા લાગ્યો. થોડી વાર થઇ હશે, ત્યાં એક યુવતીની નજર પડી મારા પર અને પછી મને કહે, શું છે?
મેં કીધું "તમે આટલી મોટે થી વાત કરો છો તો મને એમ કે તમારી ઈચ્છા હશે કે બધા તમારી વાતો સાંભળે..." અને લુચ્ચું હસ્યો.. :) ...
એ યુવતીને પહેલા તો સમજ ના પડી અને થોડી ચુપકીદી.... અને પછી એ બોલી.. સોરી .... અને પછી એ પાછી વાતોએ વળગી પણ ફૂસ-ફૂસ કરતી હોય એ રીતે....
અને હું શાંતિથી સુઈ ગયો... એટલી બધી શાંતિથી કે સુરત આવે ૧:૩૦ અને એ ચુકી ગયો, સીધો જાગ્યો ૩ વાગે!!!! વડોદરા આવવાની તૈયારી હતી... પાછી વડોદરાથી સુરતની ટ્રેન પકડી અને ૬ વાગે ઘેર પહોંચ્યો. કદાચ એ યુવતીઓ ભગવાનની વ્હાલી હતી!!!!!
કેવું છે નહિ, આપણે વિચારતા હોય એ કે આપણે જિંદગીમાં બધું યોગ્ય ગોઠવી લીધું છે અને આપણે જેમ વિચારીએ છે એમ જ ચાલશે... ત્યાં ભગવાન આવીને આંગળી કરી જાય ને બધું ગોઠવેલું  હલી  જાય... અસ્ત-વ્યસ્ત થઇ જાય..... :( ....
અને હા, આગળ પણ આવી દુષ્ટતા ઓ કરેલી છે, એ પણ તમે વાંચી શકો છો, થોડી દુષ્ટતા

4 comments:

Rajni Agravat said...

અરે ઓ દુષ્ટ માણસ.. આટલુ પાપ/દુષ્ટતા કરી તો હવે એનું ફળ પણ ભોગવવું પડશે...

શું?મારી કોમેન્ટ વાંચવી પડશે ને ?

(જરી પુરાણો ટૂચકો)

બે છોકરીઓ વાતો કરતી હતી (કદાચ ગાડીમાં!)

* - અલી મને એમ થાય છે કે બે છોકરાઓ 'એકલા' મળતા હશે ત્યારે કેવી વાતો કરતા હશે ?

# - લે! એમાં શું ? જેવી આપણે કરીયે છીએ, એવી સ્તો!

* હાય હાય સાવ એવી ?! ? !



[આશા છે કે કોઇ મહિલા મુક્તિ ચળવળ વાળી મહિલા મને (કોમેન્ટ)મારવા નહી દોડે]

Anish Patel said...

લાવ્યા હો રજનીભાઈ તમે.... જોરદાર....

Mehul Shah said...

કદાચ એ છોકરીઓ ને ખબર પડી હોત તો તારી મસ્ત ઉડાવત :)

Anish Patel said...

સાચી વાત છે મેહુલ....... એકદમ સાચી.. એમ ની જગ્યા એ હું હોત તો પણ એવું જ કરત....