કાલે નવું વર્ષ... નુતન વર્ષાભિનંદન કહેવાનું લોકોને અને પોતાને... અને દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવા સંકલ્પો કરવાના... આદત પડી ગયી છે ને ભાઈલા.. પછી ભલે ને એ લીધેલા સંકલ્પોમાં ના એક પણ પુરા ના કરતા હોઈએ.... લોકો ભાત ભાત ના સંકલ્પો લેતા હોય છે.. જેમાંના ઘણા લ.સા.અ. હોય છે (એટલે કે દરેકના કોમન) ઉદાહરણ તરીકે વજન ઓછુ કરવું (જાત અનુભવ), વિદ્યાર્થી હોય તો ભણવા માં નિયમિતતા લાવવી, ઓફીસે જતા હોય તો ઓફીસનું કામ પૂરી લગન થી અને સમયસર પૂરું કરવું, ઉપરાંત હંમેશા સત્ય બોલવું, લોકો ની ઈર્ષા ના કરવી, બીજા નું ભલું વિચારવું, ભ્રષ્ટાચાર ના કરવો વગેરે વગેરે.. જો કે આ ઉપરાંત પછીના છે તે તો કદાચ એક દિવસ પૂરો થાય એ પેહલા જ સંકલ્પ ના ભુક્કે ભુક્કા ઉડી જતા હશે.. કારણ ગાંધીજી થવું સહેલું થોડું છે.. પણ આ તો શું કે રીવાજ છે તો આપણે નિભાવવો તો પડે ને એટલા માટે.. કોઈક પૂછે તો કેહવા થાય કે અમે તો આ સંકલ્પ લીધો છે.. તમે શું લીધો છે?.... આનો આડ ફાયદો એ છે કે નવું વર્ષ છે એટલે તમારે લોકો ને મળવું તો પડે જ ને (તમારી નામરજી છતાં) તો આ સંકલ્પ ની વાતો ને લીધે આ વણનોતર્યા લોકો સાથે તમારે બે ઘડી વાતો થઇ જાય ને અને થઇ શકે કે તમને આવતા વર્ષ માટે કોઈક નવો સંકલ્પ નો વિચાર પણ એમન સંકલ્પોમાંથી મળી જાય... સાલું દર વખતે એક ના એક સંકલ્પ ખાવા ના... આ વર્ષે કૈક નવું એમ.. આમ પણ આજ કાલ લોકોને નવું નવું જ જોઈએ છે... મીઠાઈ લેવા જાવ તો એમ કહેશે કે કોઈક નવી જાત ની મીઠાઈ હોય એ આપો, કોઈના ઘેર ના હોય એવું અને કોઈએ ના ખાધી હોય એવી.. કપડા લેવા જાય તો બોસ કોઈ પાસે ના હોય એવા નવી ડીસાઈન , નવો કલર ના કપડા બતાવો.... હશે.. હું પણ એમાંનો જ એક છું એટલે વધારે કહેતો નથી
હા તો આપણે સંકલ્પો ની વાત કરતા હતા... મારે તો જોકે છેલ્લાં ૩-૪ વર્ષો થી એક નો એક જ સંકલ્પ લેવા નો આવે છે... જે પૂરો જ નથી થતો.... બરાબર સમજયા તમે.... એ જ વજન ઓછુ કરવા નો... :) .... આ વખતે તો ખરેખર હદ થઇ ગયી છે.. ૭૫ સુધી પહોંચી ગયો છું. એક તો મારી ઉંચાઈ ઓછી ને એમાં આટલો બધો વજન... બહુ જ ખરાબ કેહવાય નહિ... પણ મારા જેવા ઘણા છે એટલે હું એટલો બધો ખરાબ નથી લાગતો... મને એમ હતું કે મુંબઈ જઇને ફરક પડી જશે પણ એનો પણ કઈ ફરક નથી પડ્યો કારણ મારે ત્યાં મુંબઈગરાની જેમ વધારે ચાલવાનું અને રેલ્વેમાં લટકવાનું નથી આવ્યું..... હવે સંકલ્પ તો લેવો છે પણ રસ્તો મળતો નથી કે કેમ કરીને વજન ઓછુ કરવું.... હવે એક યોગનો પ્રયોગ કરવાનું જ બાકી રહ્યું છે.... કદાચ એ કરું... જોઈએ... અને હા બીજો સંકલ્પ એ કે મહિના માં એક વાર તો ગુજરાતી માં જાતે બ્લોગ લખવો જ રહ્યો.. હમણાં મુંબઈ ગયા પછી તો બીજાના વિચારો જ ઉતારી ને મુક્યા છે... પણ હવે આટલો સમય તો કાઢવો જ રહ્યો.. અને એની શરૂઆત પણ થઇ ગયી લાગે છે... આ બ્લોગ ગુજરાતી માં જ લખ્યો છે ને... આમાં પણ અલ્પેશ સર નો આભાર માનવો રહ્યો.. એમને જ આ ગુજરાતી માં લખવા નું સોફ્ટવરે શોધી ને આપ્યું અને આપનું ગાંડું ચાલ્યું... આભાર અલ્પેશ સર....
અને આ એક લીંક છે... અમારા મિત્ર હિતેશને પણ મને જોઈને બ્લોગ લખવા ની ચળ ઉપડી છે... તો તમે એને પણ વાંચો આ રહ્યું એનું એડ્રેસ્સ.. http://foryouworld.wordpress.com/ .... નવા વર્ષ ની ભેટ .. તમને કે હિતેશ ને એ તો તમે લોકો જ નક્કી કરી લો....
ચાલો ત્યારે સહુ ને નુતન વર્ષાભિનંદન... નવા વર્ષ ના રામ રામ...
4 comments:
અદભુત ! શરૂઆતમાં તો મને લાગ્યું કે કોઈકનો લેખ કોપી - પેસ્ટ કર્યો લાગે છે !
આમ જ આપના સંકલ્પ મુજબ લખતા રહો !!
નૂતન વર્ષાભિનંદન !!
ખુબ ખુબ આભાર સર... ઉત્સાહ વધારવા માટે :) .......
તમે ભલે લેખની કૉપિ ન કરી હોય પણ અલ્પેશ ભાલાળાની શુભેચ્છાને કૉપિ કરી મારા વતી વાંચી લેજો.. સાલ મુબારક.. ગોદડા મુબરક.. ચાદર મુબારક..
આભાર રજનીભાઈ.... આપ ને પણ સાલ મુબારક....
Post a Comment