ઝવેરચંદ મેઘાણીએ આ પુસ્તક લખેલું છે અને ગુજરાતી સાહિત્યમાં મેઘાણીની ઓળખ આપવાની જરૂર નથી. જે રીતે હિન્દી ફિલ્મોમાં અમિતાભ છે તેમ ગુજરાતી સાહિત્યમાં મેઘાણી છે.
મને મજા આવા વાંચવાની પણ થોડું અઘરું પડ્યું. જે લોકોને સોરઠી, એટલે કે સૌરાષ્ટ્રની ભાષા આવડતી હોય એમને વધારે મજા પડે એવું છે. આમ તો હું પણ સૌરષ્ટ્રનો જ છુ પણ ક્યારેય રહ્યો નથી એટલે થોડાક શબ્દોમાં મને પણ તકલીફ પડી હતી. મેઘાણીની દ્રશ્યનું વર્ણન કરવાની કળા જોરદાર છે, શબ્દો વડે જાણે તમે પ્રત્યક્ષ ત્યાં હોવ એવી ભાંતી થાય.
પહેલાના જમાનાના લોકો માટે ઈજ્જત અને વચન, વાયદો બધા કરતા ઉપર હતો, કેહવું પડે હો ભાઈ. બહારવટીએ ચડવા માટે આ ૨ જ કારણો મને દેખાયા. આજના જમાના નોકરી કરતા લોકો માટે તો આ બહુ વધારે કેહવાય. અહી તો બોસને હા, હા, કાલે થઇ જશે કામ અને પછી ૨ દિવસ પછી પણ ના થયું હોય એવું હોય. આ બહારવટિયાઓ કોમ્પુટર લાઈનમાં કામ કરતા હોત તો ખબર પડત કે વાયદો કેમ પળાય છે, હશે. ગુજરાતી વાંચનના આશીકોએ આ પુસ્તક વાંચી લેવું અને હવે હું મેઘાણીના બીજા પુસ્તક પણ જલ્દી સમય લઇને વાંચીશ.
મને મજા આવા વાંચવાની પણ થોડું અઘરું પડ્યું. જે લોકોને સોરઠી, એટલે કે સૌરાષ્ટ્રની ભાષા આવડતી હોય એમને વધારે મજા પડે એવું છે. આમ તો હું પણ સૌરષ્ટ્રનો જ છુ પણ ક્યારેય રહ્યો નથી એટલે થોડાક શબ્દોમાં મને પણ તકલીફ પડી હતી. મેઘાણીની દ્રશ્યનું વર્ણન કરવાની કળા જોરદાર છે, શબ્દો વડે જાણે તમે પ્રત્યક્ષ ત્યાં હોવ એવી ભાંતી થાય.
પહેલાના જમાનાના લોકો માટે ઈજ્જત અને વચન, વાયદો બધા કરતા ઉપર હતો, કેહવું પડે હો ભાઈ. બહારવટીએ ચડવા માટે આ ૨ જ કારણો મને દેખાયા. આજના જમાના નોકરી કરતા લોકો માટે તો આ બહુ વધારે કેહવાય. અહી તો બોસને હા, હા, કાલે થઇ જશે કામ અને પછી ૨ દિવસ પછી પણ ના થયું હોય એવું હોય. આ બહારવટિયાઓ કોમ્પુટર લાઈનમાં કામ કરતા હોત તો ખબર પડત કે વાયદો કેમ પળાય છે, હશે. ગુજરાતી વાંચનના આશીકોએ આ પુસ્તક વાંચી લેવું અને હવે હું મેઘાણીના બીજા પુસ્તક પણ જલ્દી સમય લઇને વાંચીશ.
6 comments:
ઘણીવાર ઉત્તમ સાહિત્ય ગણાતું અને હોય તો પણ અમુક જનરેશનમાં એ લોકપ્રિય અથવા તો વંચાઈ શકતું નથી એમાં વાંચકોએ અફસોસ કરવાનો કોઇ જરૂર નથી, આપણે પ્રમાણિકતાથી બિન્દાસ અભિપ્રાય આપી દેવાનો.
આ બહારવટીયા ગુનેગારો જ હતા.એમને વેરા બાબત દેશી રજવાડાઓ ના રાજાઓ સાથે વાંધો પડતો હતો.એટલે રાજ સામે કઈ ના ચાલે તો બહારવટે નીકળી પડતા.એમાં રાજ ને નુકશાન કરવા ગરીબ ખેડૂતો ને મારી નાખતા ને પૈસાદાર લોકોને લુંટી લેતા.તમારે રાજ સામે વાંધો હોય તો એના સામે લડોને.ગરીબ ખેડૂતો ને શું કામ મારવા?પણ આપણે ત્યાં ગુનેગારો,બુટલેગરો ને ત્રાસવાદી ઓ ને હીરો બનાવી દેવાનો ચાલ પહેલાથીજ ચાલ્યો આવે છે.કોઈક બહારવટીયાની વાત સાચી પણ હશે.પણ એને રાજ સામે ફાઈટ કરવી જોઈએ.ભૂપત બહારવ્ટીયાએ એક જ ગામ ના નવ પટેલોને એકજ લાઈન માં ઉભા રાખી ને એક જ ૩૦૩ ની ગોળી થી મારી નાખેલા.મેઘાણી જેવા મહાન સાહિત્યકાર પણ ગુનેગારો ને હીરો બનાવી દેવાની ચાલ માંથી કેમ બહાર નહિ નીકળ્યા હોય?આજે પણ ઇસરત ને હિરોઈન બનાવી દીધી છે.દાઉદ ને હીરો બનાવી દીધો,નક્સલવાદીઓને હીરો બનાવી દીધા છે.પેલા ચન્દન ચોર ને હાથી ઓને મારી નાખનાર ને કર્નાટક માં હીરો બનાવી દીધેલો.કાદુ મકરાણી કે જોગીદાસ કોઈ દુધે ધોએલા ના હતા.નિર્દોષો ને મારનાર ગુનેગાર જ હતા.આ બધા ને સીધા કરનાર ડી એસ પી છેલ ભાઈ ભટ્ટ જવામર્દ હતા.
રજનીભાઈ: તમારી સલાહ ધ્યાનમાં રાખીશ.
ભુપેન્દ્રસિંહ: તમારી વાત સાચી હશે. મને આ વિષયમાં વધારે જાણકારી નથી અને મેઘાણીની નિયત માટે મને શંકા ઓછી છે, એમણે લોકવાયકાઓ પરથી આ વાતો લખી છે. એમને પ્રત્યક્ષ અનુભવ ના થયો હોય.
બાકી રહી વાત, દાઉદ કે વિરપ્પનને હીરો બનાવાની તો મને નથી લાગતું કોઈ એ લોકોને હીરો માનતું હોય, થોડાક અપવાદો બાદ કરતા.
દાઉદ ને કોઈ હીરો માનતું નથી પણ ક્યારથી?બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા પછી.એ પહેલાના અંગ્રેજી છાપા ને મેન્ગેઝીન્સ નહિ વાચ્યા હોય?કરીમ લાલા અને એના ભત્રીજાઓ સમદખાન અને આલમઝેબ ની ધાક વાગતી હતી મુબાઈ માં,અને બીજો હતો વરદ રાજન મદ્રાસી.આ બધા ને ધીરે ધીરે દાઉદે ખલાસ કર્યા ત્યારે એની બહાદુરી ની વાતો લખીને પત્રકારો ધરાતા ના હતા.બરોડા ના દત્તા સાહેબે દાઉદ ને પકડેલો ને કોર્ટે છોડી મુકેલો.ત્યાર પછી કદી હાથમાં ના આવ્યો.આ બધા ગણપતિ ઉત્સવ વખતે કરોડો રૂપિયા ખર્ચે.બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા પછી સરકાર જાગી ને પત્રકારો ને ભાન થયું કે આ હીરો નથી,ત્રાસવાદી છે.જે લોકોએ ફૂલનદેવી ઉપર બળાત્કાર કરેલો તે ડાકુઓની ટોળી હતી.આ ડાકુઓની ટોળી બળાત્કાર કરતી હોય ત્યારે ગામ ના લોકો શું કરી શકે?એમાંના એક પણ ડાકુ ને ફૂલન મારી નહોતી શકી.પણ જે ગામ માં બળાત્કાર થયેલો એ ગામ ના નિર્દોષ ૨૦ જણને લાઈન માં ઉભા રાખી ગોળીએ દઈ દીધા,એમનો વાંક એટલો કે બળાત્કાર સમયે ભરી બંદુકે ઉભેલા બળાત્કારી ડાકુઓનો વિરોધ કેમ ના કર્યો?આ ફૂલન ને શેખરકપૂરે હીરો બનાવી દીધી.અને મુલાયમે તો હદ કરી નાખી.આ ગુંડા ઓ ને થયેલા અન્યાય કહેવાતા અન્યાય ની વાતો એટલી બધી ચગાવવામાં આવે છે ને પછી હીરો બનાવી દેવામાં આવે છે.મોટા લોકો ની નિયત માં શંકા ના કરવી એવું ધર્મગુરુઓ ભરાવીને જ બેઠેલા હોય છે.એટલે આપણી વિચારવાની બારીઓ બધ હોય પછી શંકા આવે જ નહિ.હવે વૈજ્ઞાનિકો નો રીપોર્ટ છે કે ગંગા નું પાણી પીવા તો નહિ પણ નહાવા માટે પણ લાયક નથી અને કાંતિ ભટ્ટ લખે છે ગંગા કદી અશુદ્ધ ના થાય.મારો પ્રતિભાવ બરાબર એ લેખ ની નીચે ઓન લાઈન દિવ્યભાસ્કરે છાપ્યો છે.હવે શ્રી કાંતિ ભટ્ટ મોટા લેખક તમને એમની અવૈજ્ઞાનિક વાતો વિષે કદી શંકા ના થાય.ડો શ્રી ગુણવંત શાહ વિષે શંકા કદી ના થાય?અને મોરારીબાપુ માટે તો સપના માં પણ ના વિચારો.કે આ બાપુઓ કેવા ગલત સંદેશ સમાજ માં ફેલાવે છે?બધું અહી લખીશ તો અખો આર્ટીકલ બની જશે.માટે મારા બ્લોગ માં બધું લખેલું છે.સમયે સમયે વાચતા રહેજો.મેઘાણી એ હિન્દી માં કેટલું સાહિત્ય રચેલું?તો પછી રાષ્ટ્રીય શાયર કઈ રીતે બનાવેલા?એ ગાંધીજી નો પક્ષપાત જ હતો.મેં આજ સુધીમાં ૪૦ આર્ટીકલ મુક્યા છે.એમાંના ઘણા બધા દિવ્યભાસ્કર માં પ્રતિભાવ તરીકે ને આર્ટીકલ તરીકે છપાએલા છે.
ભુપેન્દ્રસિંહ: મારી અને તમારી ઉમરમાં ખાસ્સો તફાવત છે. મેં દાઉદને હેરો ગણાવતા એક પણ લેખ ક્યારેય વાંચ્યા નથી પણ તમારી વાત સાચી છે. ફૂલનદેવી માટે તો શું કેહવું એ ખબર નથી, મેં શેખરકપૂરની ફિલ્મ જોઈ નથી, પણ હવે જરૂરથી જોઇશ. બાકી એ ડાકુ હતી એમાં કોઈ શંકા નથી. કાંતિ ભટ્ટને તો ખબર નહિ કેટલા વાંચતા હશે, મને તો એના લેખો આંકડાઓની માયાજાળ જ લાગે છે એટલે થોડા વાંચ્યા પછી રામ રામ કરી દીધા છે.
એક મેઘાણીવાળી વાત સાથે હું અસમંત છું. આપણે ત્યા ઘણી બધી ભાષાઓ બોલાય છે, દરેકે દરેક રાજ્યમાં અલગ અલગ ભાષા, હવે બધાને બધી જ ભાષા આવડતી જ હોય એવું તો ના જ હોય ને. અને દક્ષિણમાં તો કોઈ હિન્દી બોલતું પણ નથી, એ લોકોને તો હજી પણ હિન્દી એમને માથે પરાણે ફટકારેલી હોય એવું જ લાગે છે. હિન્દીમાં લખે એ જ રાષ્ટ્રીય શાયર બને એવું મને નથી લાગતું. હા તમે મેખાણીના લખાણની ગુણવત્તા પરથી કેહતા હોવ તો વાત અલગ છે.
અને તમારા લેખો વાંચ્યા, ઘણા માહિતીસભર છે. મજા પણ આવી. સરસ, આવું જ લખવાનું ચાલુ રાખશો...
brsinh agrej sarkar same padya te dakuo Darek Deshvasi na aadarsh hata,Raheshe,,,,Anish bhai mane ek vachak tarike pan kanti Bhatt okdani mayajal nathi lagya varman samay teo ek utkrist lekhah che
Post a Comment