Labels

Sunday, January 24, 2010

મારી નજરે - ઈગો : ચંદ્રકાંત બક્ષી

આ પુસ્તકમાં દરેક પાના પર બક્ષીનો ફોટો છે અને સાથે એમની ઓળખ જેવા પંચ-લાઈનો છે. મજા પડી ગઈ. થોડી મને ખાસ ગમી એ અહી મૂકી છે....
-> નિર્દોષતા અને વિસ્મય - આ બે વસ્તુઓ જયારે હું બાળકોમાં જોતો નથી ત્યારે હું વિચારું છું, આ ગયા ભવના ક્યાં પાપનો અભિશાપ છે?
-> મારા જેવા માણસોથી સ્ત્રીઓ સુખી નથી થઇ શક્તિ. સ્ત્રીઓને સુખી કરવા માટે આટલી બધી બુદ્ધિ અને બહાદુરીની જરૂર નથી. અને થોડી બેવકૂફી પણ જોઈએ!
-> પોતાના જ સંતાન માટે જેને પ્રેમ નથી, પોતાના જ સંતાન માટે જેની પાસે સમય નથી એવા લોકો માટે મને આદર નથી. અને એવા લોકોમાં ગાંધીજી પણ આવી જાય છે. એક પિતા અને પતિ તરીકે મારી દ્રષ્ટિએ ગાંધીજી તદ્દન નિષ્ફળ મનુષ્ય હતા. જે પિતા એના બાળકના રમકડાઓ સાથે રમી શક્યો નથી, સાંજે એની સાથે ફરી શક્યો નથી, ઘરે પાછા ફરતા એને માટે કઈ લાવી શક્યો નથી એ ક્યાં પ્રકાર નો પિતા છે! સંતાનનો પ્રેમ પણ દરેક પિતાના કિસ્મતમાં હોતો નથી.
-> ઈશ્વર બહુ મોટો કમ્યુનીસ્ટ છે દોસ્ત, દરેકને ગણીને ૨૪ કલાક આપી દીધા છે - એક વર્ષનું બાળક હોય કે કરોડપતિ બુઠ્ઠો હોય. જેમ વાપરવા હોય તેમ આ કલાકો અને દિવસો વાપરો. કેટલાક ચોવીસમાંથી ચૌદ કલાક ધંધા માટે વાપરે છે અને સફળતાનો સંતોષ માને છે. અને પીસ્તાલીશમાં વર્ષે એકાએક ભાન આવે છે કે બાળપણ, કુમારાવસ્થા, જવાની બધું ખોવાઈ ગયું. ઈશ્વર દરેકને બધું જ આપે છે. બાળપણ આપ્યા વિના કોઈને જવાની આપતો નથી. પણ આપણને આપણે માનેલી સફળતાની પાંખો પર બેસીને બુઢાપા તરફ ઉડી જવું છે. પછી બધું યાદ આવે છે, ને પાછળ રહી ગયું એ બધું - અને પછી આપણા ધમપછાડા, બાલીશ ચેષ્ટાઓ, હાસ્યપદ, દયાજનક કોશિશો, જિદ્દ... આપણી જવાની બતાવ્યા કરવાની, સાબિત કરવાની, આખું જીવન બદ્દ્સુરત, વિકલાંગ બની જાય છે. સફળતાના પ્રેમમાં પડવા જેવું નથી. એ વિષકન્યા છે. આખો માણસ અંદરથી ખવાઈ જાય છે. અને બહારથી ખોવાઈ જાય છે.
-> જીવનભર અવિશ્વાસ રાખીને ચાલાક કહેવડાવવા કરતાં વિશ્વાસ રાખીને એકાદ નાની ઢોકર ખાઈ લેવાથી દ્રષ્ટિનો પરિપ્રેક્ષ્ય સાફ થઇ જાય છે. આપણું કિસ્મત નામની એક વસ્તુ છે, જે બીજો ક્યારેય લૂછી શકતો નથી.
-> હું માનતો નથી કે આ બધું જ માયા છે, આ દેહ, આ જગન, આ વાસનાઓ, આ ઈચ્છાઓ... હું માનતો નથી કે જિંદગીભર જે કર્યું, જેને માટે દુખ સહન કર્યું અને સુખનો ઉત્સવ કર્યો, એ બધું જ મિથ્યા છે.
-> કદાચ મનુષ્ય માટે ખુદાને પહેલેથી જ નફરત હશે.. નહિ તો અને પ્રકૃતિને જે રીતની જવાની આપી છે એ રીતની મનુષ્યને પણ આપી હોત. આખી સૃષ્ટિમાં વસંતનો નવો શ્વાસ ધબકે છે અને ધીરે ધીરે બંધ થઇ જાય છે, બીજે વર્ષે આવવા માટે દર વર્ષે વસંત આવશે - સૃષ્ટિના અંત સુધી - માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વસંત આપી હોત તો?
-> જગતભરની વાર્તાઓ લખી શકાય છે, પોતાની જ વાર્તા કહેતા ધ્રુજારી છૂટી જાય છે.
-> બીજો આપણામાં વિશ્વાસ મૂકી શકે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવી એને હું સફળતા સમજુ છું.
-> સેક્સ અને પ્રેમને અમે હંમેશા બે જુદી ચીજો ગણી છે. સેક્સ પાંચ મીનીટની વસ્તુ છે. થકવી નાખે છે. પ્રેમ પચાસ વર્ષો સુધી તમને ખુશહાલ રાખે છે. સેક્સ મીકેનીક્સ છે. પ્રેમ મ્યુસિક છે.
-> પ્રેમ કરવાથી જ સ્ત્રી સમજાતી નથી... જીવવું પડે છે એની સાથે! હું માંદાઓની વાત કરતો નથી, હું બુદ્ધિશાળી સ્ત્રીઓ ની વાત કરું છું.
-> મને હાથની રેખાઓમાં રસ નથી, કપાળની રેખાઓમાં રસ છે. કારણકે તે માણસે પોતે જીવીને બનાવેલી હોય છે. ભગવાનની આપેલી નથી હોતી.
-> દુનિયામાં એક એવી જગ્યા એવી હોવી જોઈએ જ્યાં મૂર્ખાઈથી હસી શકાય. કઈ જ વિચાર કર્યા સિવાય ચુપચાપ બેસી શકાય. અને કોઈ પૂછે નહિ - શું કરે છે?
-> પુરુષને પણ એક પિયર હોય છે . જ્યાં ફૂટપાથ પરનો તડકો ઓળખે છે. ગલી હસે છે, દરવાજો ખબર લે છે, દીવાલો તબિયત પૂછે છે.
-> મને 'અહંકાર' શબ્દ 'ઓમકાર' જેવો જ સરસ લાગ્યો છે. અહંકાર એક ગુણ છે. તૂટેલા માણસને એક જ વસ્તુ ટકાવી રાખે છે - એનો અહં, અને અહં ભ્રહ્માસ્મીનો અર્થ આવો જ કંઈક થતો હશે....

2 comments:

Deeps said...

Super!!!

:-)

Anonymous said...

Great job!