Labels

Thursday, January 28, 2010

મારી નજરે: પેરેલિસિસ

એક જ બેઠકે પૂરી કરી દીધી આ નવલકથા, એ પરથી જ સમજી જાવ કે કેટલી સરસ હશે :) ખરેખર અંગ્રેજી, હિન્દી, મરાઠી અને રશિયન ભાષામાં અનુવાદ પ્રકટ થાય એ નવલકથામાં કૈક અદભુત તો હોય જ. અને કોલેજોના અભ્યાસક્રમમાં પણ સમાવેશ એમ ને એમ તો ના જ થાય ને. ૧૯૬૭માં લખાયેલી આ નવલકથા હજી આજે પણ એટલી જ લોકપ્રિય છે
ભૂતકાળ અને વર્તમાનકાળને સાથે સાથે લઇને સરસ ચાલે છે વાર્તા. પિતા/પુત્રી અને પિતા/મેટ્રન વચ્ચેના સંવાદો ખરેખર મજા પડી જાય એવા છે, એકદમ પરિપક્વ. હિલ સ્ટેશનનું વર્ણન પણ એકદમ સુંદર રીતે, નાયકના મૂડ સાથે, પાત્રોના વિચારો સાથે મેળ ખાય એ રીતે કરેલું છે.
બક્ષીના આશીકો માટે જ નહિ પણ ગુજરાતી નવલકથા વાંચતા દરેક વાચકો માટે મસ્ટ-મસ્ત રીડ.

2 comments:

Rajni Agravat said...

હું પણ બક્ષીનો (ચિરંજીવ- થેંક્સ ટુ જેવી) ચાહક છું પણ સોરી યાર ...
વીસેક વર્ષ પહેલાં વાંચી હતી ત્યારે ખૂબ ગમી હતી, હમણા વીસેક દિવસ પહેલા (આંકડાનો યોગાનુયોગ!)વાંચી પણ ખાસ જામી નહીં.

Anish Patel said...

વેલ..... મેં બે વાર વાંચવાનું તો નથી કહ્યું ;) .... મજાક કરું છું... તમારી વાત સાચી હશે, કદાચ બીજી વાર વાંચવાની બહુ મજા ના પણ આવે.. પેહલી વાર વાંચતા હોય ત્યારે થોડુક કુતુહલ પણ હોય કે આગળ શું વાર્તા હશે એટલે વધારે મજા આવતી હશે બીજી વાર કરતા.