આ પુસ્તક ૧૯૯૧માં પ્રસિદ્ધ થયું છે, યુવાનોને સપ્રેમ શ્રેણીની નીચે. આ બક્ષીના ગુજરાતી છાપાંઓમાં છપાયેલા ૨૬ લેખોનો સંગ્રહ છે યુવાનોને લગતો...
સાચું કહું તો આ પુસ્તકે મને નિરાશ કર્યો. એમાં એવું છે ને કે, 'ખાવું , પીવું , રમવું ' વાંચીને (ખાસ કરીને રમવું વિષેના લેખોથી) મને આ પુસ્તક માટે વધારે આશા હતી. પ્રથમ લેખ, 'યુવા એટલે' વાંચીને મારી આશાઓ વધી ગઈ હતી પણ પછીના લેખોએ નિરાશ કર્યો. ગરીબજન, હાસ્ય, નિસર્ગ, અંગ્રેજી ઉપરાંત બીજા વિચારો જે યુવાનોને કામે લાગે અથવા કેવી રીતે સરસ, મજા લેતા લેતા જીવવું એ વિષે.. પણ સામાન્ય સલાહો નથી, એ જ બક્ષીના આગવા અંદાજમાં કટાક્ષયુક્ત તીખા લેખો છે.
મને એક તો એ યુવતાવાળો લેખ ઉપરાંત રીવાને લખેલો પત્ર છે જે ખરેખર તો દરેક ગુજરાતી છોકરાઓએ વાંચવા જેવો છે.... એ પત્ર મસ્ટ રીડ.....
No comments:
Post a Comment