Labels

Sunday, April 4, 2010

વ્યસ્ત વ્યસ્ત સપ્તાહ...

ગયું સપ્તાહ બહુ વ્યસ્ત વ્યસ્ત રહ્યું. નોકરીમાં, મારો લીડ USA છે એટલે ટીમની જવાબદારી મારી પર હતી  એટલે આપણાં ઉપરાંત ટીમના કામ પણ જોવાના, થોડું અઘરું કામ હતું મારા માટે. પહેલીવારનું હતું ને એટલે, અત્યાર સુધી લીડને કહેતા હતા કે તમે બરાબર મેનેજ નથી કરતા!!! હવે જાતે કરવાનું આવ્યું એટલે ખબર પડી કે કેટલા વીસે સો થાય... એક જ ઉદાહરણ, એક ટીમવાળાએ કહ્યું બહુ બોરિંગ કામ છે આ... મેં કીધું કરવું તો પડશે જ ને.. અને જલ્દી કરવું પડશે... :) .... કાલ સુધી આપણે ફરિયાદી હતા.... આજે....
અને પછી મારા નાના ભાઈની સગાઇ કરી એટલે એમાં વ્યસ્ત હતા.... અને પછી હેત્સીને રમાડવામાં અને અમારા અને ભાઈના ઓરડાનું ફર્નીચરનું કામ કાજ ચાલે છે તો એમાં વ્યસ્ત હતા... પાછુ હમણાં ફેસબુકમાં ફાર્મ-વિલે રમતની રત લાગી છે તો એમાં પણ.. આમ તો કોઈ દી ખેતી કરવા જવાનો નથી તો આ રમતમાં તો કરી લઇ એ...
અને સાથે બક્ષીના ૨ પુસ્તકો પુરા કરી દીધા.. એક તો 'ગુજરાત અને ગુજરાતી'... અને આ પુસ્તકે નિરાશ  કર્યો. થોડાં ધીરુભાઈ માટેના સારા શબ્દો બાદ કરતા એક ગુજરાતી તરીકે ગર્વ થાય કે વાંચવાની મજા આવે એવું કશું જ નથી આ પુસ્તકમાં. સાચી વાતો કડવી લાગે એવું થયું  કૈક.... મહાજાતિ ગુજરાતી જલ્દી વાંચવું પડશે મારે .... :) ... અને બીજું .... ગોધરાકાંડ (રજનીભાઈના બ્લોગ પરથી આ પુસ્તક વિષે માહિતી મળી અને બક્ષીની આગ જરતી ઝુબાન વાંચવાનું મન થયું એટલે વાંચી નાખ્યું) પણ આ બધા જ લેખો મેં આગળ એ સમયના વર્તમાન પત્રોમાં વાંચેલા હતા... કંઈ નવું  નહોતું  અને આ પુસ્તક વાંચ્યા પછી વિષાદ-યોગ આવી જાય કે અંગ્રેજી મીડિયાને, સેક્યુલર લોકોને ગુજરાત પ્રત્યે આટલો દ્વેષ કેમ છે ભાઈ!!!!
હશે.. ગુજરાત તો પણ પ્રગતિ કરી જ રહ્યું છે અને સુરત-અમદાવાદ જેવી રહેવાની મજા બીજે ક્યાંય આવે એમ નથી..... મને હો કે... બીજાની ખબર નહિ...
ચાલો કારીગર બોલાવે છે... કૈક વસ્તુ લાવવાની હશે.... આવજો.... 

1 comment:

Rajni Agravat said...

ગુજરાત દ્વેષ માટે ન.મો. એ સરસ કહી જ દિધુ છે ને કે હવે લોકો અમૂલ. ડેનીમ વગેરેનો પણ વિરોધ કરશે શુ?!