Sunday, December 20, 2009

ખાવાની મજા.. ફરી એક વાર..

ડીસેમ્બર મહિનો એટલે લગ્નો માણવા અને પાર્ટી એન્જોય કરવા નો મહિનો...
ગઈ કાલે કંપની તરફથી પાર્ટી હતી. યર-એન્ડ કે પછી ન્યુ-યર કે પછી નાતાલની પાર્ટી... હશે જેની હોય એની, આપણે તો પાર્ટી માણવાથી મતલબ હતો અને માણી, બરાબરની માણી. ગુજરાતની બહાર પાર્ટી માણવાની મને હમેંશા મજા આવી છે. વર્ક હાર્ડ એન્ડ પાર્ટી હાર્ડર... એ સુત્ર કાલે નજર સામે જોયું. પાર્ટી ગુજરાતની બહાર હતી એટલે દારૂની પણ વ્યવસ્થા હતી અને છોકરીઓ સહીત મોટાભાગના કર્મચારીઓએ એક-બે ગ્લાસ.. સોરી સોરી.. એક-બે પેગ તો પીધા જ, મેનેજર લોકોએ પણ. અને પછી મ્યુસિકની સાથે જે બધા લોકો નાચ્યા છે કે વાત ના પૂછો. આવી પાર્ટી ગુજરાતમાં થાય એવું શક્ય જ નથી. અને કદાચ થાય તો પણ મેનેજર લોકો મન મૂકીને નાચે, પીધા વગર.. મને શંકા છે... અને મેનેજર જ શું કામ, ઓફીસમાં એકદમ સીધા-સાદા લાગતા કર્મચારીઓના પણ રાતના નવા રૂપ જોવા મળ્યા. હા, સ્ત્રી કર્મચારીઓ પણ જોરદાર સજી ધજી ને આવી હતી, કેટલીક તો ઓળખાય પણ નહિ એવો ચેન્જ, મેક અપ કર્યો હતો. સાલો માણસ પણ કેટલા રૂપ બદલી શકે છે. પણ સો વાત ની એક વાત હતી કે અમે બધાએ ખુબ પીધું અને ખુબ નાચ્યા અને પછી ખુબ જમ્યા. એક સ્ત્રી કર્મચારીએ મને નવાઈથી પૂછ્યું કે ગુજરાતમાં દારૂ નથી મળતો!!! હું અમદાવાદ ગઈ હતી અને હોટેલમાં મને ખબર પડી કે અહી નહિ મળે તો પાર્ટી કેવી રીતે કરો તમે?? મેં કીધું, અમારી પાર્ટી એટલે મસ્ત શાકાહારી જમવાનું અને વાતોના વડા કરવાના.. દારૂ તો હોય જ નહિ અને મ્યુસિક પણ ભાગ્યે જ હોય... મજા મજા... અને પાર્ટી પાર્ટી... બધા પ્રદેશની અલગ અલગ રીતભાત હોય છે મજા કરવાની અને વાતોનો, ભોજનનો પણ એક નશો હોય છે, બરાબર ને. એને વધારે તો કઈ ખબર ના પડી પણ કોઈ દલીલ ના કરી અને પછી નાચવા જતી રહી. ખરેખર ખાવા પીવાની પણ એક મજા છે.....

5 comments:

Rajni Agravat said...

તમારી વાત સાચી છે-"બધા પ્રદેશની અલગ અલગ રીતભાત હોય છે મજા કરવાની" હું પણ પીઉં છું (અત્યારે નહી હો)પરંતુ ક્યારેય ફેમીલી ફંકશન પીધું નથી અને ગમે પણ નહીં કેમ કે સગાં-વ્હાલાં (અને વ્હાલીઓ) સાથે વાતોના વડા કરવાની મજાનો નશો છે એ ડ્રિન્કસના કેફથી સારો હોય એવું સ્વાનુભાવે કહી શકું. જેમ ડ્રિન્કસ લેવું એ કોઇ જધન્ય અપરાધ નથી એમ જ ડ્રિન્ક્સ વગર પાર્ટી થાય જ નહી એ અનુમાન ભૂલ ભરેલું છે.

મારે માટે પીવું એટલે ઘરમાં,એકલા, મ્યુજીક સાંભળતા સાંભળતા અને વાઇફના હાથનું સલાડ, મસાલા પાપડ ખાતાં દોઢ-બે કલાકમાં 2-3 પેગ લગાવીયે એટલે મજા મજા.. અને હા ત્યારબાદ જમીને સાથે વૉક પર જવાનો અફર કાર્યક્રમ પણ નીભાવીએ.

Anish Patel said...

એકદમ બરાબર કહ્યું તમે રજનીભાઈ. મને ગુજરાતમાં પણ મિત્રો જોડે પાર્ટી કરવાની મજા જ આવે છે અને એ પણ ડ્રીન્કસ વગર. પણ ગુજરાતની બહાર ડ્રીન્કસ વગર પાર્ટી થાય જ નહિ :). અને હા, મેં ક્યારેય એકલા ડ્રીન્કસ લીધું નથી. આ તો બસ મિત્રો ભેગા થયા હોય, પુરુષ મિત્રો જ હો કે, એક પણ સ્ત્રી નહિ અને ગુજરાતની બહાર હોઈએ તો છાંટો-પાણી કરી લઇએ :) .. બધા પ્રદેશની અલગ અલગ રીતભાત હોય ને આખરે અને આપડે એ તો નિભાવી જ પડે ને.

Adorable said...

Dost...ek dam sachi vat kahi....alag alag pradesh ni alag alag style hoy che...are ahi UK ma pan jalsa vaali party o thay che...but aapdi party to gher j thay che... :) :)....missing india ni party yaar...

Anonymous said...

પીતી વખતે બે વસ્તુ હોવી જોઈએ. ૧. મિત્રો, ૨. વાતોનાં વડાં. મિત્રો સ્ત્રી હોય કે પુરુષ બહુ ફરક પડતો નથી :)

Anish Patel said...

કાર્તિકભાઈ, મિત્રો હોય એટલે વાતોના વડા તો આપોઆપ જ થવાના ને.... :) ... અને મિત્રો માટે તો ડ્રીંક ના હોય તો પણ વડા થઇ જાય....