બકુલ ત્રિપાઠી દ્વારા ૨૦૦૦માં લખાયેલું પુસ્તક. બકુલભાઈ જાણીતા હાસ્ય લેખક છે, ઉપરાંત પ્રાધ્યાપક, રંગમચ અને ટેલીવિઝન પર પણ એમણે ખાસ્સું કામ કરેલુ છે. આ પુસ્તક એમના અમેરિકાના પ્રવાસો દરમિયાન થયેલા અનુભવો વિષે છે. મને બહુ આશા હતી કે આ પુસ્તકમાં હાસ્યની છોળો ઉડતી હશે પણ હું નિરાશ થયો. ખબર નહિ પણ મને ખાસ જામ્યું નહિ. કારણ કદાચ એ હોઈ શકે કે ૧૦ વર્ષ જુનું પુસ્તક છે, અને આમાં ઇન્ડિયા-અમેરિકાની સરખામણી કરીને હાસ્ય ઉભું કરવાનો પ્રયન્ત થયો છે પણ ૨૦૦૦ અને ૨૦૦૯નું ઇન્ડિયા ઘણું જુદું પડે છે. બીજું કારણ, જે લોકોને અમેરિકા વિષે કઈ જ ખબર ના હોય એમને માટે આ મજા આવે એવું છે, બધું નવું-નવાઈનું લાગે. મારે તો ઘણા મિત્રો-સગા ત્યાં છે અને રોજ જ ચેટ થાય છે એટલે ત્યાંની ઘણી નવીનતાઓ થી વાકેફ છું એટલે પણ ના જામ્યું હોય એવું બની શકે. પુસ્તક નાનું છે, ૧૫૦ પાના અને પાનાની સાઈઝ પણ ઘણી નાની છે, મારે 4 કલાક જ થયા હતા પૂરું કરતા....
No comments:
Post a Comment