ટ્રેન આવી અને હું મારી જગ્યા પર જઈને બેઠો. હું હમેંશા લોઅર સીટ જ બૂક કરાવું છું કેમકે મારે ૪ કલાકની જ મુસાફરી હોય છે અને સુરત રાતના ૪ વાગે આવે એટલા માટે. એક સરસ યુગલ આવ્યું, ૨૭-૨૮ વર્ષનો યુવક અને ૨૫-૨૬ વર્ષની યુવતી. એમની સીટ એક સૌથી ઉપરની અને એક વચ્ચેની હતી.
યુવકે મને કહ્યું, તમે એકલા છો? મે કીધું હા.
તો મને કહે તમે પ્લીઝ, ઉપર જતા રહેશો?
વિચારો મેં શું કીધું હશે, ના. મોટી ના. અને સાથે સોરી પણ ના કીધું.
હવે તમે વિચારતા હશો કે કેવો દુષ્ટ માણસ છે નહિ!!! એ યુગલે પણ એવું જ વિચાર્યું હશે, કારણકે પછી એ લોકો જે રીતે, જે નજરથી મારી સામે જોતા હતા... ખુન્નસથી પણ જોવાની એક રીત હોય છે. જે પરણેલા હશે એ પુરુષોને એમની પત્નીનો આવો ખુન્નસ લુક ખબર જ હશે. જયારે તમે એવી હિમ્મંત કરી હોય કે પત્નીની કોઈ વાત સાથે સહમત ના થયા હોય અથવા વિરોધ કર્યો હોય (જોકે મારે તો એવી હમ્મંત ભાગ્યે જ થાય છે) ત્યારે પત્ની કઈ બોલશે નહિ (જો સંસ્કારી હશે તો) પણ આંખો આડી-અવળી કરીને ભ્રમરો ઊંચી કરીને, હોઠ બીડીને જોતી હોય એવો કૈક લૂક આ લોકો મને આપી રહ્યા હતા. વાહ... એ લોકો પણ સુરત જ ઉતારવાના હતા અને સવારે ૪ વાગ્યે પણ એ મને એ જ નજરથી જોઈ રહ્યા હતા. અને સાચું કહું તો મને ખરેખર મજા પડી રહી હતી. હું પણ એમની સામે જોતો હતો અને મારા મુખ પર, લુચ્ચું હાસ્ય જેવું કૈક હતું. એ વિચારતા હશે, કેવો નાલાયક માણસ છે, યુવાને તો મને કેટલીય ગાળો મનમાં આપી દીધી હશે. છોકરીએ પણ છોકરીઓ આપે એવી ગાળો, ગધેડો, કુતરો એવી બધી મનમાં આપી જ હશે. અને મને આ બધા વિચારો કરીને વધારે મજા આવી રહી હતી. હવે તમે પણ વિચારતા હશો કે બહુ વિકૃત મગજનો માણસ છે આ......
વેલ, તમે થોડાક સાચા છો, વિકૃતની તો ખબર નહિ પણ હા વિચિત્ર મગજનો ખરા.... જોકે મને તો હું નોર્મલ જ લાગુ છું પણ આ તો મારા નજીકના મિત્રોના પ્રતિભાવો પરથી કહું છું.
હવે આવી દુષ્ટતા કરવાનું કારણ પણ જણાવી દઉં. હું દર અઠવાડિયે સુરત આવું છું. અને હું લોઅર સીટ જ બુક કરવું છું. મોટેભાગે હું એકલો જ મુસાફરી કરતો હોવ છું અને એટલા માટે મારે કાયમ જ સીટ બદલાવાની આવે છે, ક્યારેક કોઇક ઉમરલાયક માણસો આવી ગયા હોય જેમને ઉપરની સીટ પર જવામાં તકલીફ પડે એમ હોય અથવા કોઈ મોટું કુટુંબ હોય જેમની ટીકીટો અલગ અલગ હોય અને એમને ભેગા બેસવું હોય. ગયા અઠવાડિયે આવું જ કૈક થયું. એક જૈન કુટુંબ હતું, ૮ જણા હતા એટલે ૬ સીટ ભેગી અને ૨ અલગ હતી, અલગ એટલે ૫ ડબ્બા અલગ હતી. એમણે મને ટ્રેઈનની અંદર સામાન સાથે ૫ ડબ્બા ચલાવ્યો. હવે એ લોકોને જવાનું સુરત જ હતું, 4 કલાકમાં તો ખબર નહિ જાણે શું વાતો કરી લેવાના હશે તે બીજાને હેરાન કરે બોલો.
મેં આજ સુધી કોઈને ક્યારેય સીટ બદલવા માટે નથી કીધું. જે સીટ આવી એ આપણા નસીબ અને રીન્કુ સાથે હોય તો બહુ આગળથી જ ટીકીટ બૂક કરાવી હોય જેથી લોઅર સીટ મળી જ જાય.
મને બહુ ગુસ્સો આવ્યો હતો એ વખતે અને મેં નક્કી કરી લીધું હતું, આ વખતે હું સીટ નહિ બદલાવું. અને પાછુ આ યુગલ તો જવાન હતું અને યુવતીએ સાડી નહિ પણ જીન્સ પહેર્યું હતું જેથી ઉપરની સીટ પર જવામાં કઈ તકલીફ પડે એવું હતું જ નહિ. એટલે થોડો વધારે ગુસ્સો હતો.
હવે ગુસ્સાનું તો ઉર્જા જેવું છે. જેમ ઉર્જા ક્યારેય નષ્ટ થતી નથી, ફક્ત એનું સ્વરૂપ બદલાય છે. એવું જ કૈક ગુસ્સાનું છે. તમને કોઈ બીજા પર, કોઈ બીજી સ્થિતિ પર ગુસ્સો હોય પણ ત્યાં આપણે ગુસ્સો કરી શકીએ એમ ના હોય, ક્યાંક વળી ગુસ્સો કરવાથી આપણને જ ભારે પડે એમ હોય એટલે પછી જે કોઈ મળે ગુસ્સો કરવાલાયક તેના પર એ વરસી પડીએ....
હવે ગુસ્સો ઓછો થઇ ગયો છે અને ગુસ્સાની મજા પણ લઇ લીધી છે તો આ વખતે સીટ બદલવામાં વાંધો નહિ..... :) હું એટલો બધો પણ ખરાબ માણસ નથી હો કે...

6 comments:
હું 11 અને 12માં એસ.ટી.માં અપ-ડાઉન કરતો ત્યારે મને આવા જ (કડવા)અનુભવો થયા છે.. આપણે કોઇ(એટલે કે મહિલા/છોકરી)ને જગ્યા આપીયે પછી એ ઊતરે ત્યરે બીજાને આપી જાય .. યા ઘણી વાર આપણે ઑફર કરેલી જગ્યા એવી રીતે નાકનું ટીચકુંચડાવી ના પાડે કે મને ત્યારે એમ થતું કે મેં તો ઊભા થઈને વિનય કર્યો છે પણ આ "બુન" કદાચ એસ.ટી.માં "સ્લીપીંગ" ની "સુવિધા" ની (ગેર)સમજ કરી હશે ?!
મને પણ થોડા આવા અનુભવો થયા અને એટલે પછી હવે મેં કોઈને જગ્યા આપવાનું જ બંધ કરી દીધું, કોઈ વૃદ્ધાને બેસવું હોય તો પણ એ કહે પછી જ ઉભા થવાનું બાકી નહિ.......
અમે પણ માણસ હતા કામના, કમબખ્ત આ દુનિયાએ નકામાં બનાવી દીધા... :) ... .
મજા આવી. મને આવો અનુભવ મુંબઈ જાઉં ત્યારે લોકશક્તિમાં થાય છે. આપણે પણ દુષ્ટ માણસ એટલે..
મારી સાથે તો આવું ફ્લાઈટમાં થયેલું ... એક કપલ આવીને મારી વિન્ડો સીટ પર હું આવું તે પહેલાંન જ બેસી ગયેલું... મેં એવા ખખડાવેલા કે આ તે કઈ બસ છે ?!! મારા આવવાની તો રાહ જોવી હતી !! કદાચ મારી રાહ જોઈ હોત તો હું આપી પણ દેત .. પણ તમારાથી એટલું પણ ના થયું તો હવે ઉઠો ... :)
mare pan avaj kadava anubhav thata amdavad thi vapi avi vakhate lok shakti ma. main pan etle j have seat change karvanu chodi dihu jene jelti gal apvi hot te ape...
મુંબઈથી સુરત જતા લોકશક્તિમાં મને પણ કડવા અનુભવો થયા છે અને એના માટે મેં લખ્યું પણ છે..
http://anipateldreams.blogspot.com/2009/11/blog-post_21.html
Post a Comment