Labels

Wednesday, December 9, 2009

ખાવાની મજા...

હમણાં ૨ દિવસથી અમારા રાતના ખાવામાં દાવ પર દાવ થઇ રહ્યા છે. સોમવારે શાક થોડું તીખું તીખું બની ગયું હતું. અને કાલે પ્રથમ ૨ રોટલી મેં જાતે એકલાએ બનાવી અને એ બગડી ગઈ, એટલી બધી પણ નહિ કે અમે ખાઈ ના શકીએ અને આમ પણ અમારે અહી નિયમ છે કે જેવું બને એવું ખાવાનું જ... પોતાના પાપ અહી જ ભોગવી લેવા સારા, સ્વર્ગમાં જવામાં સરળતા રહે ને.
પણ મને ગયા ૨ અઠવાડિયાના જલસા યાદ આવી ગયા. ગયું વીક તો હું રજા પર હતો. ૨-૩ લગ્ન હતા અને એના ગયા વીકે પણ ૨ લગ્ન માણ્યા. ખાવામાં જલસા જલસા પડી ગયા. ખાવાની મને હંમેશા મજા મજા જ આવી છે, એમાં પણ લગનની દાળ..વાહ.. વાહ.. આમ પણ હું ખાવાનો, સ્વાદિષ્ટ ખાવાનો શોખીન છું અને આ વધેલું શરીર એની નિશાની છે અને આમ પણ મધ્યમ-વર્ગના લોકો માટે આ ખાવાનો એક જ શોખ છે જે આસાનીથી પૂરો થાય છે. આમ તો વજન ઓછુ કરવાની ઘણી ઘણી ઈચ્છા છે પણ સારું ખાવાનું સામે આવે તો આ બધા વિચારો બાજુ પર મૂકી દેવાના અને દિલથી ખાઈ લેવાનું. અને પાછુ અલગ અલગ હો કે... એકનું એક નહિ.. એક લગ્ન ખાસ મિત્ર, મેહુલના હતા. મસ્ત નાચ્યા એની જાનમાં અને જૈન ભોજન હતું, કાંદા-લસણ વગરનું પણ જમવાનું સરસ હતું. લાગે જ નહિ કે જૈન હતું, બાકી મને જૈન લોકોનું ખાવાનું ભાગ્યે જ ગમ્યું છે. કાંદા-લસણ વગર તો મજા જ શું આવે. બીજા એક મોટી પાર્ટીના લગન હતા અને એ પણ કાઠીયાવાડી એટલે તો જલસા જ હોયને. ૪ પાનાનું મેનુ હતું, પંજાબી અને કાઠીયાવાડી તો હતું જ પણ સાથે સાથે ઇટાલિયન અને મેક્સિકન પણ હતું. અમે તો મેક્સિકન પર તૂટી પડ્યા હતા... પંજાબી ને કાઠીયાવાડી તો ઘેર પણ મળે... શું કહો છો.. નવું નવું અલગ અલગ ખાવાનું મળે ખાઈ જ લેવાનું ને... અને પછી મસ્ત સુવાનું... મજા ની લાઈફ... :).. ચાલો ત્યારે ખાતા રહો....