Labels

Saturday, May 1, 2010

મારી નજરે: અર્ધી રાતે આઝાદી....

૧૩મુ પ્રકરણ,'આપણાં લોકો પાગલ બન્યા છે.' વાંચ્યા પછી મગજ બહેર મારી ગયું હતું... શૂન્ય-મન્સક થઇ ગયું હતું. આમ તો ભાગલા વખતની ઘણી વાતો સાંભળી છે અને ફિલ્મોમાં જોયું છે પણ આટલું વિસ્તારથી, સીલસીલાબંધ નહોતું વાંચ્યું. અહી મુંબઈમાં અમારે આ ભાડાનું ઘર છોડવાનું આવ્યું છે તો પણ એટલું બધું દુઃખ થાય છે ને સ્ટેશનની તદ્દન બાજુમાં આટલું સરસ ઘર જતું રહેશે અને ક્યાં પંજાબનો લોકો જેમને આખી જિંદગી જ્યાં વિતાવી હોય તે એક પળમાં બધું મૂકીને આવતા રેહવાનું. અને એ છોડવાનું પણ ક્યાં શાંતિથી હતું, જાન બચાવીને ભાગવાનું હતું. અને યાતનાઓ સહન કરીને આવેલા લોકોમાં શાંતિ લાવવાનું કામ ગાંધીજીએ કર્યું હતું, એ ખરેખર જાદુગર જેવા જ હશે, મનુષ્ય તો આવું કામ કરી જ કેમ શકે!!!! તમને લાગે છે કે જેની પત્ની પર નજર સામે બળાત્કાર થયો હોય અને એના દીકરાના ટુકડા કરી નાખવામાં આવ્યો એવા માણસને તમે શાંતિ રાખવાનું કહો અને એ તમારું માને!!!! અહી તો એક નાની વાતમાં પણ લોકો મારી વાત માનતા નથી ત્યાં... ખરેખર ગાંધીજી સંત જ હતા.... 
અને બીજી એક વાત આ પુસ્તકમાં નવાઈની લાગી કે ભાગલા પછી રજવાડાંઓને ભારત સાથે જોડવાનું કામ માઉન્ટબેટને કર્યું હતું અથવા તેમનો ફાળો વધારે હતો અને સરદારનું તો આખા પુસ્તકમાં ક્યારેક જ નામ આવે છે. અરે દિલ્હીમાં ભાગલાને કારણે કોમી-રમખાણો શાંત કરવામાં સરદારની કોઈ ભૂમિકા નથી લખેલી. જયારે મને તો એમ જ હતું કે આ બંને કાર્યો સરદારે ખુબ સમજદારીથી, કુશળતાથી નિભાવ્યા હતા. હશે, હું બહુ ઈતિહાસનો જાણકાર નથી અને આ પુસ્તક એક ભારતીય દ્વારા નથી લખાયેલું. મેં આગળ જે વાંચ્યું હતું એ પુસ્તક તો સરદારની આત્મકથા હતી...
જે પણ હોય, ખરેખર, આઝાદીને આપણે બહુ મોટી કિંમત ચૂકવી છે, ખરેખર તો પંજાબે અને શીખોએ બહુ મોટી કિંમત ચૂકવી છે.

2 comments:

Rajni Agravat said...

"અર્ધી રાતે આઝાદી" વાંચીને આવા કેટલાયે સવાલ મને પણ સતાવે છે,જે તમે મારી 30 જાન્યુઆરીની બ્લોગ પોસ્ટમાં વાંચ્યુ હશે.
મને તો એમ પણ લાગે છે કે આ પુસ્તકના ઓરીજીનલ લેખકોને "અંગ્રેજો" પ્રત્યે "સોફ્ટ કોર્નર" છે...
તમે જુવો ને એમણે વીર સાવરકર વિશે પણ (સાચુ હોય તો પણ) ઘસાતું લખ્યું છે.પણ એડ્વીના-નેહરું ના સંબંધને "ટચ" પણ નથી કર્યુ!

ગાંધીજી પ્રત્યે મને પણ ભારોભાર મન અને આદર છે પણ આ પુસ્તકમાં મને એવું લાગ્યુ કે ગાંધીજી, માઉન્ટ બેટન અને નેહરું વગેરેની લાઇન મોટી કરવા સરદાર...વીર સાવરકર વગેરેની લાઈન ટૂંકી કરી છે! એવું પણ બને કે સત્ય સુધી પહોંચવામાં આપણે એઝ એ વાચક કદાચ ફેઈલ ગયા!

Anish Patel said...

તમારા બ્લોગ પર થી જ મને આ પુસ્તક વાંચવા ની પ્રેરણા મળી હતી રજનીભાઈ... આમ તો મેં આ પુસ્તક વિષે આગળ પણ સાંભળ્યું જ હતું પણ પછી વિસરાઈ જ ગયું હતું પણ તમે જયારે એના વિષે લખ્યું ત્યારે જ નક્કી કરી લીધેલું કે જલ્દીમાં જલ્દી આ વાંચી લઈશ.
અને તમે કહો છો એ સાચું હોઈ શકે, એક અંગ્રેજ દ્વારા લખાયું છે એટલે આવું થઇ શકે... ઈતિહાસ હમેંશા ૨ તરફથી લખાય છે, વિજેતા અને પરાજિત અને બંનેનો ઈતિહાસ જુદો હોય છે.. એક જ સમયને આધીન લખાયો હોય તો પણ...