Labels

Sunday, November 8, 2009

એક સારું કાર્ય... પોતાના માટે....

આજે મારા પોતાના શોખ માટે મેં એક કાર્ય કર્યું.. જે મારે વર્ષો પહેલા કરવાની ઈચ્છા હતી... કરવું જોઈતું હતું... પણ ક્યારેક રૂપિયાના અભાવે અને... આળસના લીધે રહી જતું હતું....
આજે હું નર્મદ પુસ્તકાલયનો સભ્ય બની ગયો... અને પ્રથમ પુસ્તક પણ લેતો આવ્યો... બક્ષી: એક જીવની....
અત્યાર સુધીના વર્ષો માં મારે ઘરે જો કોઈ ગુજરાતી પુસ્તક આવ્યું હોય.. પછી રોજનું છાપું હોય કે મેગેઝીન હોય.... મેં બીજા દિવસનો સવાર પડે એ પહેલા એને પૂરું કરી જ દીધું હોય... એટલો વાંચનનો શોખ છે મને... આ તો અંગ્રેજી પર હજી ગુજરાતી જેટલી પકડ નથી એટલે બાકી તો અંગ્રેજી પુસ્તક માટે પણ એવું જ થતું હોય... પણ એ પકડ પણ આવી જશે....

સભ્ય બન્યા પછી અંદર હું આ પુસ્તક લેવા ગયો ત્યારે ત્યાં પડેલા હારબંધ વ્યવસ્થિત પુસ્તકોની વિશાલ શ્રુંખલા જોઈને હું દંગ રહી ગયો કે મેં કેમ આટલા વર્ષો સુધી આ કાર્ય ના કર્યું એનો મને પસ્તાવો થયો... પણ દેર આયે.. દુરસ્ત આયે.. હવે દર અઠવાડિયે એક પુસ્તક પૂરું કરી દઈશ....
જો તમે પણ કોઈ સુરતમાં જ રહેતા હોય તો આ કામ વહેલી તકે કરી લો....

2 comments:

Rajni Agravat said...

બક્ષી એક જીવની વિશે નો રિવ્યુ બ્લોગ પર જરૂર લખજો જેથી અમારા જેવાને પણ એ પુસ્તક વિશે ખબર પડે.

Anish Patel said...

રજની ભાઈ... આ તો એક નવા નવા અભિનેતા પાસે કોઈ અમિતાભ કે આમીરના અભિનય વિષે કોઈ મત માંગે એવું થયું....
છતાં હું કોશિશ કરીશ... કૈક લખવા જેવું લાગશે તો....જરૂરથી...