મુંબઈ આવ્યા પછી પ્રથમ પુસ્તક સમાપ્ત કર્યું. ઓશોનું ધ્યાન-દર્શન. અને નવાઈની વાત એ છે કે આ ધ્યાનનું પુસ્તક મેં બસમાં ઓફીસ જતા જતા ૨ અઠવાડિયામાં પૂરું કર્યું. ધ્યાનનું પુસ્તક ભરચક બસમાં!!!! આ જ તો મજા છે મુંબઈની, અહી તમે ભીડમાં પણ એકલા જ હો અને સમયની હમેંશા અહી મારામારી જ હોય છે એટલે આ રીતે જ તમારે સમયની ચોરી કરવી પડે.
હવે આ પુસ્તક વિષે વાત કરું તો, ઓશો આ પુસ્તકમાં ધ્યાન કરવાના ૨ પ્રયોગો વિષે માહિતી આપી છે. અને એટલે જ આ ખાલી વાંચવા માટેનું પુસ્તક નથી પણ કરવા માટેનું છે. આ ૨ પ્રયોગો દ્વારા તમે ધ્યાનથી સમાધિ સુધીની સ્થિતિમાં પહોંચી શકો છો જ્યાં તમને પરમાનંદનો અનુભવ થાય છે. જેવો આપને સમાગમમાં ચરમ-સીમા પર પરમ આનંદનો અનુભવ થાય છે એમ. પણ પ્રયોગો છે અઘરા, એક પ્રયોગ મેં ઘેર કરવાનો પ્રયન્ત કર્યો પણ સફળતા ના મળી. જો કે ઓશોએ કહ્યું જ છે કે એક-બે દિવસમાં કોઈને પરમાનંદનો અનુભવ ભાગ્યે જ થશે. સાથે સાથે એમણે ધ્યાન-યોગ-સમાધિ વિષે પણ ઘણી વાતો કરી છે. યોગ-શિબિરમાં હાજરી આપનારા સાધકો સાથેની પ્રશ્નોત્તરી તરીકે. જે લોકોને માત્ર પ્રયોગમાં જ રસ હોય તેમને પુસ્તકના પાછલા ૪-૫ પાના વાંચી જવા, તેમાં માત્ર પ્રયોગ કરવાની રીત આપેલી છે, કોઈ પણ જાતની વિચારધારા(ફિલોસોફી)વિના. બાકી જેને રસ હોય એમને તો કહેવાની જરૂર નથી. એ તો આખી ચોપડી વાંચવાના જ છે... ૧૨૦-૧૨૫ જ તો પાના છે, બરાબર ને.....
2 comments:
Tame Nava Varash na sakalp ma supda bhari bhari ne blog na lekh lakhvani bhekh dharan kari lage che..pan kai nai tame chella char pach pana scan karine muko to ghanu saru to amara jeva vanchvana adsu ne chopdi no mukya sar vanchvano lahvo made
જરૂરથી જાડિયા... મેઈલ કરી દઈશ....
Post a Comment