Labels

Sunday, November 22, 2009

મારી નજરે પુસ્તક: બક્ષી - એક જીવની

આ પુસ્તક જયંતીલાલ મહેતા દ્વારા ૧૯૯૨માં લખવામાં આવ્યું છે. એ પોતે બક્ષીજીના ખાસ મિત્ર છે અને બક્ષીજીએ લખવાનું શરુ કર્યું ત્યારથી તેમને ઓળખે છે. આ પુસ્તકમાં બક્ષીના જીવન વિષે ટુંકાણમાં પણ માફકસરની માહિતી આપવામાં આવી છે અને એમણે લખેલા પુસ્તકો વિષે વિસ્તારથી લખ્યું છે. સાહિત્યને લગતી ટેકનીકલ બાબતો વિષે પણ લખેલું છે જે અમારા જેવા સાહિત્યના નોન-ટેકનીકલ માણસો માટે થોડું કંટાળાજનક છે. મહેતાસાહેબ પોતે સારા વિવેચક છે અને બક્ષીજીના પુસ્તકો વિષે સારું એવું વિવેચન કરીને લખેલું છે. તો જે લોકોને બક્ષીનામા જેવું લાંબા પુસ્તકો વાંચવાનો કંટાળો આવતો હોય એમના માટે બક્ષીજીને જાણવા માટે આ પુસ્તક ઉપયોગી થઇ પડશે, માત્ર ૩૨૦ પૃષ્ઠો જ છે. આ ઉપરાંત બક્ષીજી એ લખેલા પુસ્તકોનું પણ સારું એવું વિવેચન-માહિતી આપેલી છે તો બક્ષીજીના કયા પુસ્તકો વાંચવા એ માટે પણ આ પુસ્તક ઉપયોગી છે. જો કે મારો વિચાર તો બક્ષીજીના બધા જ પુસ્તકો વાંચવાનો વિચાર છે :) ...

2 comments:

Rajni Agravat said...

બરાબર.. ચાલો ત્યારે આ જીવ ને "બક્ષી - એક જીવની" વાંચવાની પ્રેરણા મળી.

Anish Patel said...

સરસ... મંડી પડો રજનીભાઈ ત્યારે.... અને પછી મને કહો કે કેવું લાગ્યું પુસ્તક...