Labels

Saturday, November 14, 2009

ઝાંઝવા થૈ જળ અહીંથી ત્યાં સુધી, ઝળહળે છે છળ અહીંથી ત્યાં સુધી..

ઝાંઝવા થૈ જળ અહીંથી ત્યાં સુધી,
ઝળહળે છે છળ અહીંથી ત્યાં સુધી

બપોરનો ૨ વાગ્યાનો સમય હતો. આલોક ઓફીસના કાફેટેરિયામાં જમીને હમણાં જ આવ્યો હતો, એટલે થોડી આળસ હતી શરીરમાં, પણ ઓફીસમાં સુવાય તો નહિ. જો કે ક્યારેક ક્યારેક આલોક બહુ ઊંઘ આવતી હોય તો ટેબલ પર જ ૧૦-૧૫ મિનીટ માટે સુઈ જતો હતો, પણ રોજ તો એવું ના કરાય.
એટલે આલોક સમય પસાર કરવા, આળસ-ઊંઘ દુર કરવા માટે કોઈ મનગમતી પ્રવૃત્તિ શોધી રહ્યો હતો. આલોક કોમ્પુટર ઇન્જીનેઅર હતો અને બેંગલોરમાં એક મલ્ટીનેશનલ કમ્પનીમાં નોકરી કરતો હતો. તેના માતા-પિતા ગુજરાતમાં રહેતા હતા અને તે અહી મિત્રો સાથે રહેતો હતો. હજી ૪ મહિના પહેલા જ તેની સગાઇ પૂર્વા સાથે થઇ હતી. તે હજી ગુજરાતમાં કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. અને બંનેનું સારું જામતું હતું. અને થોડા મહિના પછી બંનેના લગ્ન લેવાવાના હતા. પણ અત્યારે તો એ આલોક કરતા દુર ગુજરાતમાં હતી.
હા તો આલોકે સમય પસાર કરવા મેન્સેજરમાં લોગ-ઇન--દાખલ થયો.. ખોટા નામે જ સ્તો અને વાત કરવા માટે કોઈ હમઉમર છોકરીનું નામ શોધી રહ્યો હતો એક નામ દેખાયું, કરીના. આલોકે કરીનાને હાઈ-હેલ્લો કર્યું. સામે કરીનાએ પણ ૨ મિનીટ પછી હાઈ કીધું. અને પછી બંને વાતોએ વળગ્યા. જો કે બંનેએ પોતાના નામ ખોટા જ કીધા હતા. કરીના પણ બેંગ્લોરની જ એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતી હતી. અને બંને ગુજરાતી હતા એટલે બંનેની જામી, માતૃભાષામાં વાત કરવાનો ખરેખર એક અનેરો જ આનંદ હોય છે. ખાસ કરીને જયારે, જ્યારે તમારે ઓફીસમાં બીજા લોકો જોડે માતૃભાષા મૂકી ને હિન્દી-અંગ્રેજીમાં જ વાત કરવી પડતી હોય અને એ પણ એક અજનબી શહેરમાં. પછી તો એક-બીજાના શોખ, વિચારો વિષે વાતો ચાલી.
આલોક: હેલો
કરીના: હેલો
આલોક: તમારું નામ?
કરીના: તમારે શું કામ..
આલોક: સાચું નહિ તો ખોટું કહી દો... શું ફરક પડે છે..
કરીના: હા એ પણ છે... કરીના...
આલોક: સરસ... કરીના કપૂર જેવા જ સુંદર દેખાવ છો કે?
કરીના: ના દેખાતી હોવ તો વાત નહિ કરો!!!
આલોક: કરીશ ને.. પણ આ તો દેખાતા હોવ તો જરા રસ થી વાત થાય એમ..
કરીના: નથી દેખાતી એના જેવી...
આલોક: વાંધો નહિ...
કરીના: ઐશ્વર્યા જેવી દેખાવ છુ...
આલોક: વાહ વાહ... ખરેખર સરસ... શું કરો છો? ફિલ્મોમાં અભિનય?
કરીના: ના... નોકરી...
આલોક: શેની?
કરીના: તમે શું કરો છો?
આલોક: મારી નોકરી છે કોમ્પુટર જોડે મગજ મારી કરવા ની...
કરીના: હા હા... હું પણ એવું જ કરું છુ.... તમે બહુ હસાવો છો...
આલોક: નેચરલ સ્કીલ્સ છે..
અને બસ આમ ને આમ ચાલ્યા કરી એ લોકોની કારણ વગરની વાતો...

પછી તો રોજ બંને જણા લંચ પછીના સમયની રાહ જોવા લાગ્યા. અને રોજ લંચ પછી ૧-૨ કલાક ચેટીંગ-વાતો કરતા હતા. એકબીજાનું જેમ વળગણ થઇ ગયું હતું. જો કે આવું એક અઠવાડિયું ચાલ્યું.

હવે આલોક રહ્યો પુરુષ, એક સામાન્ય પુરુષ અને એણે પોતાની સગાઇ થઇ છે એ છુપાવ્યું હતું અને એટલે જ કદાચ કરીના આટલી બધી વાતો કરી રહી હતી એવું લાગ્યું એને. આલોકને એમ કે હજી લગનને વાર છે ત્યાં સુધી બેંગ્લોરમાં શનિ-રવિ પસાર કરવા અઘરા પડે છે. તો કરીના આ શનિ-રવિને કદાચ મનગમતા કરી દે. પણ કરીનાને માટે લંચ પછી બે ઘડીનો સમય પસાર કરવાનું મજાનું સાધન હતું કારણ કે એ પરણેલી હતી અને સુખી હતી.
હવે આલોકને કરીનાને મળવાની તાલાવેલી લાગી હતી. એને કરીનાને ફોટો મોકલવા માટે કહ્યું હતું પણ કરીનાએ એમ કહીને વાત ટાળી દીધી હતી કે એક જ શહેરમાં છે તો કેમ મળી જ ના લઇએ.
હવે આલોક કરીનાને મળવા માટે અધીરો થયો હતો. એણે આગળ એક-બે વાર કહ્યું હતું પણ કરીના વાત ટાળી દેતી હતી.
છેવટે એ પણ રાજી થઇ ગઈ . એને પણ આલોક જોડે વાતો કરવાની મજા આવતી હતી. બંનેએ જગ્યા અને સમય નક્કી કર્યો, એમ. જી. રોડ, કાફે-કોફી-ડે.. જ્યાં દુનિયાભર.. બેંગ્લોરભરના પ્રેમીઓ મળતા હતા અને વાતો કરવામાં સમય પસાર કરતા હતા. પણ હવે ત્યાં જઈને મળવા માટે એક-બીજા ને મોબાઈલ-નંબર તો આપવો પડે.. અને બંનેએ એકબીજાના નંબરની આપ લે કરી.
અને પછી આલોકે નંબર જોડ્યો.. અને.. એ ચોંકી ગયી.. એણે તરત જ ફોન કરીના ઉપાડે એ પહેલા જ કાપી નાખ્યો.. જો કે કરીના પણ હવે વાત કરવાના મુડમાં નહોતી...
કારણ... કરીના પૂર્વાની કાકાની મોટી છોકરી હતી અને એ પરણીને એના પતિ જોડે બેંગ્લોરમાં જ રહેતી હતી. અને આટલા સગપણને કારણે કરીના, ખરેખર તો રચના પાસે આલોકનો નંબર પહેલેથી જ હતો અને અલોક પાસે પણ રચનાનો નંબર હતો.. અને એટલે જ...
-----------------------------------------------------------------------------------------------
ક્યાંયથી ઉઠાંતરી નથી કરી હો કે... મારી પ્રથમ વાર્તા કે લઘુકથા (શું કહેવાય એ ખરેખર ખબર નથી.) જે કહો એ, પણ મનમાં આવી એટલે લખી નાખી છે..... કોઈ ભૂલ હોય કે પછી ટીકા-ટીપ્પણી આવકાર્ય છે... જેથી બીજી વાર્તા-લઘુકથામાં એ ભૂલો ના થાય.. જો લખીશ તો....

9 comments:

Rajni Agravat said...

આઈ મસ્ટ સે, ઇટસ રિયલી નાઇસ સ્ટોરી.. ભલે આમ કોઇ તમને કહે કે આવું તો નેટની દુનિયામાં 575 નહી પરંતુ વચ્ચે મન ફાવે એટલા ઝીરો એડ કરો એટલી વાર બનતું હોય..પરંતુ અહિં મુખ્ય વાત છે પ્રેઝેન્ટેશન , એ સરસ છે... અને શોર્ટ સ્ટોરીમાં જરૂરી હોય છે અંતમાં "ઝટકો" ! જે તમે એકદમ બરાબર ફટકો લગાવી દીધો..કીપ ઇટ અપ માય ફ્રેન્ડ

Unknown said...

ઘન્નો સારો પ્રયત્ન! વધુ ક્યારેક ચેટ પર !! પણ મને વાર્તામાં આવતી ચેટ ખુબા ગમી ! કીપ ઈટ અપ !

Anish Patel said...

રજનીભાઈ અને અલ્પેશસર..બંને નો ખુબ ખુબ આભાર..

TEJAS said...

HELLO ANISHBHAI, NICE STORY...THE SHOW MUST GO ON..

Kartik Mistry said...

સરસ વાર્તા. અંત મસ્ત છે..

Anish Patel said...

Thanks Tejas and Kartik...

BHAJMAN said...

વાર્તા સારી છે. લઘુ-ગુરૂના લફડામાં ન પડતા.વાર્તા એ વાર્તા.

સોહમ રાવલ said...

વાહ અનીશભાઇ,
એન્ડમાં છેક ભાંડો ફુટ્યો ત્યારે મજા આવી.
મને પણ નવલિકા વાંચવાનો (અને લખવાનો) શોખ છે.
આજે તો તમારી આ એક જ નવલિકા વાંચી પણ ટાઇમ મળતા બીજી વાંચીશ...

Anish Patel said...

આભાર સોહમ....
આ એક જ સારી લખાઈ છે. બીજી ના વાંચતા... :) ....